________________
૫૪, જ્ઞાન, દયા ને ક્રિયા
[૪૪૭
દેશવિરતિવાળા અશક્તાશ્રમવાળા છે. ત્રણ ગ્રન્થકારેએ કારણ ધ્યાનમાં રાખી “જ્ઞાન” શબ્દ પણ વાપર્યો. પૂર્વધર મહારાજે કારની કિંમત તેટલી ન ગણતાં અજ્ઞાન કહ્યું. જ્ઞાનનું ફળ નથી તેથી મિથ્યાષ્ટિ છે અને તેથી અજ્ઞાની છે. કે ઠારનું અનાજ તેને અંકુરાનું કારણ નગમ સંગ્રહ માને. જુસૂત્રવાળે અંકુરે થવાની નજીકમાં દાણે તૈયાર છે ત્યારે અંકુરાનું કારણ દાણે ગણે છે અર્થાત્ જે વખતે અંકુરો થવાની તૈયારી છે તે વખતનું બીજ તે અંકુરાનું કારણ તેમ દશવૈકાલિકકાર વગેરે ત્રણ આચાર્યો કારણપણું માની, દૂરનું કારણ માની તેને જ્ઞાન કહે છે. જ્યારે પૂર્વધર મહારાજા દૂર કારણને કારણે ન માનતા “કુર્વત રૂપત્વ બીજમાં કુર્વાદ રૂપ હોય તે (એટલે તદ્દન નજીક હોય તે) બીજને અંકુરાનું કારણ ગણે, બીજા બધાને અંકુરાનું કારણ ન ગણે.
બીજ વાવ્યું, વરસાદ થયે. હવા આવી પછી અંકુરે થવાની તૈયારીમાં જ કારણ ગણે. પૂર્વ ધરે જ્યાં ફળ નથી ત્યાં જ્ઞાન માનવા તૈયાર નથી. આ જ્ઞાનનું વિવેચન સાંભળી કેટલાકને એમ થશે કે અહીં ચારિત્રને શિખરે ચડાવ્યું. જ્ઞાનની દશા ચારિત્રના ચાકર તરીકે છે. વિરતિના અણવર તરીકે જ્ઞાન માત્ર ગણાવ્યું છે. સૂત્રથી સિદ્ધ થએલી વાસ્તવિક અવસ્થાની વાત માનતાં ખટકે લાગે છે. વિરતિ લોઢાના ચણા ચાવવા જેવી કઠણ ને નીરસ લાગે છે. સંયમ સામા પૂરે તરવા જેવું દુષ્કર લાગે છે, તેથી જે જ્ઞાન માત્રમાં જેઓને કિંમત કરાવવી છે તે જ્ઞાન કેમ ઉડાડી દે છે? જવાબમાં સાંભળો–
| સર્વારાધક જ્ઞાન શાસ્ત્રકાર જ્ઞાનને સર્વ આરાધક કહે છે. આજે જ્ઞાનનું સર્વઆરાધકપણું વાસ્તવિક નહિ, પણ ઉપચરિત છે. વાસ્તવિક શું છે? દેશ વિરાધકપણું વાસ્તવિક છે ૧. જ્ઞાનવાળો દેશવિરાધક છે અને ૨. ક્રિયાવાળે દેશ-આરાધક છે ૩. જ્ઞાન અને ક્રિયા બને બરાબર હોય તે સર્વ– આરાધક છે. ૪.એકે ન હોય તો સર્વવિરાધક છે. આ ચાર ભાંગા લક્ષ્યમાં લેવા. એકલી ક્રિયાવાળાને જ્યારે દેશ આરાધક ગણ્યા છે ને એકલા જ્ઞાનવાળાને દેશ-વિરાધક ગણવામાં આવ્યા છે. દેશ-આરાધકને દેશ