________________
૪૨૮
દેશના મહિમા દર્શન એમ માની છે કે પાછળનાં કર્મ ખસેડવાં બહુ મુશ્કેલ છે, ૬ ખસેડવાં સહેલાં છે. તે અનંતી વખતે ખસ્યાં અને આવ્યાં પણ એક ક્રોડકોડમાંથી કંઈ ખસે તે, પછી આવવાને વખત નથી. એ ખસેડવા માટે ગ્રંથિભેદ શબ્દ છે. તે ચીજ શી? ગ્રંથિભેદ ત્યારે જ સમ્યકત્વ તે બધા જાણે છે.
દુનિયાદારીની આખી બાજી પલટો તે જ ગ્રંથિભેદ. અનાદિથી આ જીવ વિષયમાં પૌરાલિક સુખમાં લીન છે. તેમાં સુખબુદ્ધિ, તેના વિયેગમાં દુઃખબુદ્ધિ થાય. આ બધું પલટી જાય. સમ્યકત્વ થવાની વખતે અને થયા પછી વિશ્રામનું સ્થાન, ઈચ્છવાલાયક, આરાધવાલાયક ફક્ત દેવ, ગુરુ અને ધર્મ છે. અંતઃકરણથી સુખનું કારણ દેવાદિકનું આરાધન છે. હવે દુનિયા તેને વેઠ તરીકે ગણે. આ સ્થિતિએ ગ્રંથિભેદ દેવાદિકને તત્ત્વ ગણે. આ પરમપદ સિવાય એકે ધ્યેય નહીં તેથી તેને જ સાધ્ય ગણે એવું સમ્યક્ત્વ. ૬૯ તૂટી તે અજ્ઞાનમાં તૂટી, પણ તેથી સમજે શું ? તેને સવાલ કયાં છે? ગામડિયા કાયદામાં શું સમજે? તેથી કાયદા વિરુદ્ધ ન વર્તે તે શિક્ષા કરે ખરા? ગુનારહિત કાર્યોથી દૂર રહે તે સજાથી બચી જાય. વકીલે, બેરીસ્ટર વગેરે સમાજના ગુનાથી બચે, તે કાયદાને નહીં સમજનારા ગુનાથી બચે તેને શિક્ષા થતી નથી. તે ઝવેરી સિવાય બીજા પાસે ઝવેરાત હેય તે ફેંકાવી દેવું ? એ ઝવેરાતમાં શું સમજે? સમજવાથી ફાયદો છે તેમાં ના નહીં, પણ અણસમજને અર્થ એ નથી કે પાપને પરિડાર નકામે છે. પાપના પરિહારથી ફાયદો જ છે. શાલિભદ્રને જીવ, કાવનાજીના જીવ બાળક છે. ઢેર ચારનાર એણે શાલિભદ્રપણું શાથી મેળવ્યું ? દેવતાને ચાકરી કરવી પડે. શ્રેણિકને રિદ્ધિથી આશ્ચર્ય થવું પડ્યું તે શાથી?
આપણે પુણ્ય મેળવીએ તેમાં કમની વર્ગણ કેટલી જાણી ? અજ્ઞાનતાને અર્થ એ નથી કે બેટું છેડાતું હોય તે ન છેડવા દેવું. જ્ઞાન મેળવવાની જરૂર ખરી, પણ જ્ઞાન જોઈએ એને અર્થ એ નથી કે જ્ઞાન વગર પુણ્યનું કાર્ય ન કરવું તેમ નહીં. અજ્ઞાન પણે ધર્મના કાર્યોમાં પ્રવૃત્તિ થઈ હોય તે લાભ જરૂર છે.