________________
છે દેશના છે
જ્ઞાનની મુખ્યતા
208838D8B32D8B3888**36280DDE3 2338888
"स्वस्थवृत्तेः प्रशान्तस्य, तद्धेयत्वादि निश्चयम् । तत्वसंवेदनं सम्यक, यथाशक्ति फलप्रदम् ॥"
અપૂર્વ સાધન શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા નવમા જ્ઞાનાષ્ટકની રચના કરતાં જણાવે છે કે જૈનશાસને જ્ઞાનને જ્ઞાન તરીકે અગ્રપદ આપ્યું જ નથી, પરંતુ અમેઘ ફળ રૂપ મેક્ષના સાધન તરીકે જ્ઞાનને અગ્રપદ આપ્યું છે. કર્મ તેડવા માટે જ્ઞાનને અગ્રપદ આપ્યું છે. કાંટાવાળી જમીન જોવામાં આંખ એ સાધન છે, તેવી રીતે પાપની પ્રવૃત્તિને સમજવામાં જ્ઞાન એ સાધન છે એટલું જ નહિ પણ સમજીને તે પાપથી કેમ બચવું એ માટે જ્ઞાનની અતિ આવશ્યકતા છે.
મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાન સાથે જન્મેલ ભગવંતે જ્ઞાનના પ્રબળ પ્રભાવે સ્વયં બુદ્ધ તીર્થ કરે ગૃહસ્થાશ્રમ છોડી દીક્ષા લે છે. દીક્ષા અવસરે ચોથું મનઃ પર્યાવજ્ઞાન પ્રગટ થાય છે. ચાર જ્ઞાનના માલિક ભગવંતે દીક્ષા દિનથી ઘેર તપસ્યા તપીને, પરિસહ ઉપસર્ગોને સહીને, ઘન ઘાતી તેડીને કેવળજ્ઞાન પામે છે, એટલું જ નહિ પણ સાધ્ય સિદ્ધિના વધામણું રૂપ કેવળજ્ઞાન પામે છે, એટલું જ નહિ પણ સાધ્ય સિદ્ધિના વધામણા રૂપ કેવળજ્ઞાન પામી જગતને સંયમ માર્ગે વાળવા શાસનની સ્થાપના કરે છે. શાસન એટલે સંયમ, ત્યાગ. સંયમરંગમાં રંગાયેલા આચાર્યો અને ઉપાધ્યાય સ્વ-પર તારક છે. અર્થાત પિતે તરે છે અને સમાગમમાં આવનારાઓને તારે છે. તીર્થકરો પર તારક છે, કારણ કે સાધ્ય સિદ્ધિ રૂપ મેક્ષના વધામણારૂપ કેવળજ્ઞાન થયેલું છે અને તેઓ નિયમા મેક્ષે જવાના છે. પરંતુ કેવળ પોપકારપરાયણ તીર્થકરે સકળ જગને શાસન દ્વારા તારવા કટીબદ્ધ થયેલા છે.