________________
૩૮]
દેશના મહિમા દર્શન હરામખેર છે. ધમને હૃદયમાં માન્યતારૂપે વસાવ્યા વગર સાધર્મિક બનવું એ લૂંટવાને ધધ છે. પૈસા મેળવવા, બૈરી મેળવવી, સંસારની કળા કૌશલ્ય અને વિજ્ઞાન શીખવા પૂરતાં સાધર્મિક થવું છે. પરંતુ આભારને છાંટે ન હોય તે તે ક્ષમ્ય છે પરન્તુ ધર્મ પ્રત્યે વફાદારી અને માન્યતા બહુમાનપૂર્વકની ન હોય તે તે સાધર્મિક બનવા એગ્ય નથી.
વફાદારીની અનિવાર્ય જરૂર - જિનેશ્વર ભગવાનના શાસનમાં બતાવેલ અનુષ્ઠાને અને કિયા એ શક્તિને આધીન છે, પણ માન્યતા રૂપ વફાદારી તે હેવી જ જોઈએ. વફાદારી એ બિનશરતી છે. પ્રાંતિક વહીવટ કરનારા પ્રધાનને પણ તાજને વફાદાર રહેવાના સોગંદ લેવાની જરૂર પડે છે, તે જૈનશાસનને વફાદાર રહેવાની પૂર્ણ પ્રતિજ્ઞા લેવી જ જોઈએ. શાસનને વફાદારી વગર સાધર્મિકપણું શોભતું નથી.
સભામાંથી એક ભાઈએ પૂછયું કે બીજા દર્શનમાં પણ ધર્મના આચરણે દેખાય છે. ઓછાવત્તા રૂપે દેખાય છે તે પછી તે મહાપુરુષો ખરા કે નહિ ?
સમાધાનમાં સમજવું કે ધર્મની કિંમત ગણીને કે આત્મકલ્યાણને માટે આજના કહેવાતા મહાપુરુષે કંઈ સહન કરતા નથી. કેઈનાતજાત માટે, કેઈ દેશ માટે, કેઈમાનેલ રિદ્ધિસિદ્ધિ માટે સહન કરે છે તે ધર્મ કહેવાય જ નહિ, કારણ કે દુનિયાના દેખાવ પૂરતા ધર્મ બેલ છે. કેટલાક દુનિયાના દબાણથી દેવ-ગુરુ-ધર્મને માને છે પણ તેને વચનમાં, વિચાર અને વર્તનમાં ડગલે ને પગલે વિષયકષાયાદિ નજરે ચઢે છે. કેઈપણ હદ્દા ઉપર આવનારને પ્રથમ રાષ્ટ્રની વફાદારીની સેગંદવિધિ કરવી પડે છે. તેવી રીતે જૈનશાસનના સાધર્મિકપદે સ્થિત થનારને શાસન-દેવ-ગુરુ-ધર્મને વફાદાર રહેવું જ પડશે. વફાદારીમાં આવનારને ધર્મ આચારમાં છે કે વિચારમાં? વિચારયુક્ત ધર્મ કે હેય? અને આચારયુક્ત ધર્મ કે હોય? તે અગ્રે વર્તમાન.