________________
દેશના મહિમા દર્શન જગતમાં લુચ્ચાઓ, હરામખેરે, મૂર્ખા હોતા નથી પણ અક્કલવાળા હોય છે છતાં તેમની અક્કલને લેકે શાબાશી નથી આપતા, કારણ કે જગત માટે તેની અક્કલ-હોંશિયારી શ્રાપ સમાન છેદુઃખરૂપ છે. આશીર્વાદ સમાન અલ હોય તે શાબાશી અપાય.
ન્યાયની પ્રીતિવાળે લુચ્ચાની અક્કલને ધિક્કારે. જેઓ આત્મા તરફ લક્ષ્યવાળા નથી તેવાની અક્કલને શાસકાર ન વખાણે. આત્માને સાધ્યતાપૂર્વકનું જ્ઞાન મળે તે તે કામનું. એકલું જ્ઞાન નહીં. કૂ દેખી ન ખસીએ તે? એક આંધળે કૂવામાં પડે તે દયાનું પાત્ર કેશુ? બિચારે પડી ગયે તે દયાપાત્ર. આંધળે ખાડામાં પડી ગયે તે જગતનું દયાનું પાત્ર. દેખતે ખાડામાં પડે તે જગત તેને બેવકૂફ કહે. પડયા, વાગ્યું અને ઉપરથી જગતે બેવકૂફ બનાવ્યા! કેમ? કારણ કે આપણે દેખતા છીએ-જાણી શકીએ છીએ કે અહીં ખાડે છે.
જાણ્યા પછી જાણ્યાને ઉપયોગ કર્યો નહીં તે બેવકૂફ બન્ય. આંખ ન હતી–અપંગ હતે-કૂવામાં પડશે. તેને બહાર કાઢીને લેકે દયા પણ ધરે. આંધળા કૂવામાં પડે તે દયાનું પાત્ર થાય. દેખતે કૂવામાં પડે તો ધિક્કારનું પાત્ર થાય. જેઓ આત્મા, પુણ્ય વગેરે ન માને તેઓ પુદ્ગલમાં ગાંડા બને, તે તેવા ધિકાર પાત્ર નથી, પણ જિનેશ્વરનાં વચનને જેઓ સાંભળે છે-માને છે, તેઓ પુદ્ગલમાં ગાંડા બને તે તે ધિક્કાર પાત્ર છે, માટે તેવા આત્માઓ પુદ્ગલથી વિરતિ મેળવે. તેથી સમ્યગદર્શન–જ્ઞાન-ચારિત્ર જે મેળવે તેને મનુષ્યભવ મળેલ સફળ; માટે સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર મેળવવા ઉદ્યમ કરે. એ જાણી જે આત્મા તે ત્રણ વસ્તુને ઉદ્યમ કરશે તે આ ભવ પરભવમાં કલ્યાણ પામી નેક્ષસુખને વિષે બિરાજમાન થશે.