SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૮૦] દેશના મહિમા દર્શન અનંતાની; શરીર–શ્વાસ ભાગીદારીવાળ ફરક માત્ર પેલું શરીર દેખાય નહીં તેવું સૂક્ષમ હતું, જ્યારે આ દેખાય એવું બાદર શરીર જે કાયા ન દેખાય તેવી હતી તે હવે દેખાવા લાગી. એમ કરતાં આત્મા આગળ વધે, તે સ્થાવરમાં આવ્યું, એટલે એક જીવને શરીર, ધાસ વગેરે સ્વતંત્ર. તે પૃથ્વી, અપૂ, તેલ વગેરે કાયાવાળા બાદર પૃથ્વીકાય દેખાય તેવા; પરંતુ તેને રસની ગતાગમ નથી, માત્ર સ્પર્શ જાણું શકે. તેમાંથી પૂણ્યાઈ વધી. બેઈન્દ્રિયવાળો થયે. એટલે સ્વતંત્ર શરીર દેખાય તેવું અને વધારેમાં સ્પર્શ, રસ જાણવાની તાકાતવાળે છે. તેથી વધે ત્યારે તેઈન્દ્રી, ચઉરિન્દ્રી, પછી પંચેન્દ્રિય. તેમાં પણ આગળ વધ્યા ત્યારે વિચાર કરવાની તાકાત સહેજે મળી ગઈ! ઉપદેશપ્રેરણા નહીં. ત્યારે આપણે મનુષ્ય જન્મમાં આવ્યા. જીવનની સાધનસામગ્રીવાળા થયા. હવે ઉત્કાન્તિવાદની અપેક્ષાએ વિચારીએ તે કેટલી મુશ્કેલીઓ આપણને આ શરીર મળ્યું? કેટલા વમળમાંથી પસાર થઈ નીકળ્યા? આટલા વમળમાંથી નીકળ્યા ત્યારે તમે મનુષ્યભવમાં આવવા પામ્યા છે. હવે તેને સદુઉપગ ? કિંમતી પદાર્થ, તેને ગમે તે ઉપગ ન હોય. તેને ઉપગ યેગ્ય હવે જોઈએ. આવી દુર્લભતાથી આ મનુષ્યભવ મળે, હવે મનુષ્ય ભવને સદુઉપયોગ કર્યો? મહાનુભાવ! ચંદ્રહાસ તલવાર લઈ ઘાસ કાપે ને કહે કે-મેં આ તલવારને કે ઉપયોગ કર્યો? તે આપણે તેને હસીએ. કારણ? તેવી તલવારને ઉપગ ઘાસ કાપવા માટે ન હોય. તેમાં તે ચપ્પ કે દાતરડું બસ છે. તેમ સ્પર્શાઇન્દ્રિયનાં સુખે, રસનાના ખાવાપીવાના, એશઆરામના સુખ મેળવીએ ને મનુષ્યભવ સફળ થયે ગણીએ તે મનુષ્યભવની સફળતા નથી. તે ગણાતી સફળતા તે તલવારથી તરણું કાપવા જેવી સફળતા છે. ઇન્દ્રિયેના વિષયને લીધે મનુષ્યભવની સફળતા ગણતા હો તે વિધાતાને શાપ દેશે કે-નખેદ જજે તારું કે તેં મને મનુષ્ય બનાવ્યું. તેનું કારણ સમજે.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy