________________
૨૯. આત્મના પ્રકાર
રિરૂપ
બહિરાત્મા, અંતરંગાત્મા, પરમામા. કહેવાનું તત્વ એ કે-હજુ નિશ્ચય નયમાં નથી ગયે, વ્યવહારમાં રહ્યો છે. બહિરાત્માને તે “મહાજન મારા માથા પર, પણ ખીલી મારી ખસે નહીં.” બધું માને છે પણ કંચનાદિકને ભેગમાં ધરવા ન પડે તે. મારે પુન્યાદિક ધર્મ કામને છે, એમ તેને ન થાય બહિરાત્મપણું ગયું હોય તેને તે બધું બધું ભેગ આપવામાં હરકત નથી. મહાવીર ભગવાન કઈ દિશામાં છે તે ખબર આપનારને ૧૨ કોડ નૈયા વધામણમાં શી રીતે અપાતા હશે ?
ધનના ભેગે, કુટુમ્બ, શરીરના ભાગે પણ ધર્મ એ જ કર્તવ્ય એવી ઉત્તમ ધારણા રહેતી હતી. શ્રેણિક સરખા સમ્રાટ પણ મહાવીરનાં વચન ઉપર શ્રદ્ધા રાખતા હતા. અભયકુમારને મહાવીર ભગવાને દીક્ષા આપી. નંદામાતાએ પણ દીક્ષા લીધી. તેની પાસેને નવસેરે હાર અને દેવતાઈ કુંડળ હતાં તે તેણે હલવિહલને આપ્યા. અભયે દીક્ષા લીધી એટલે સીંચાણે હાથી તેણે પણ હલ્લવિહલ્લને આપે.
કેણિક રાજાને પણ આ વસ્તુ ન મળી. પદ્માવતી રાણીને થયું કે-રાજ્યને ખરો વૈભવ હલ્લવિહલ્લ પાસે છે. તેણીએ કેણિક રાજાને કહ્યું કે, “તે હાથી, કુંડળ ને હાર મારે જોઈએ.”
કેણિકે કહ્યું- શ્રેણિક મહારાજે તેને આપ્યા છે, આપણાથી તે ન મંગાય.
રાણુઓ હઠ પકડી. “તેઓને તેને બદલે રાજ્ય આપે પણ આ વસ્તુઓ મારે જોઈએ. આથી કેણિકે હલ્લવિહલ્લને કહ્યું કે-“રાજ્યને ભાગ લે, અને હાર-કુંડલ તથા હાથી આપો.”
હલ્લવિહલે કહ્યું–“ના, અમારે તે પિતાએ આપ્યું તે બસ છે.” કેણિકે તેમને ઘણું સમજાવ્યા, પણ હલ્લવિહલ્લ માનતા નથી. “હું તે ખાઈશ નહીં તેવી રાણીએ હઠ પકડી. પેલા હલ્લવિહલ્લ હાથી, કુંડળ, હાર લઈને ચેડા મહારાજા પાસે મોસાળ ભાગી ગયા. કેણિકે કહેણ મોકલ્યું કે–તેઓને પાછા મેકલી આપે, નહીંતર લડે. ચેડા મહારાજે તેમને ન મોકલ્યા. અંતે લડાઈ થઈ તે લડાઈમાં દોડો માનવીને સંહાર થઈ ગયે. તે લડાઈનું કારણ અભયકુમારની દીક્ષા. અભયકુમાર