SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪] દેશના મહિમા દર્શન લડે પણ વકીલને કાંઈ જોખમદારી નથી. તે તે અસીલેને હોય. મારે અસીલ આમ કહે છે. શાસ્ત્રકાર અને આશ્રવ, સંવર, બંધ, નિર્જરા કહે છે. તમારે આત્મા એ પ્રમાણે આશ્રનું સેવન કરવાથી તેવા પ્રકારને થાય છે તે વિચાર્યું? આશ્રવાદિકને અંગે પોતાની જવાબદારીજોખમદારી સમજે ત્યારે સચક સમ્યક્ત્વ, તે સમજ્યા પછી અમલમાં ન મૂકે તે કારક સમ્યકત્વ નહીં. પરિસહ ઉપસર્ગ નિરતિચારપણે સહન કરવાપૂર્વક ચારિત્રના આચારે પાળવા તેનું નામ કારક સમ્યક્ત્વ. “મોબતિ પાના તં નમંતિ પર નિશ્ચયનું સમકિત તે જ મુનિ પણું” એવી નિશ્ચયની વાત કરનારને સમતિ ન આવી જાય. નિશ્ચય સમ્યકત્વ, શુભ વર્તનથી જ આવે છે, જે બહિરાત્માપણું છોડી દે. આપણે ધર્મ કરવા તૈયાર છીએ, પણ મમતાભાવે ખસેલે ન હોય ત્યાં સુધી જ. કુટુમ્બ, પૈસા, શરીરને અગવડ ન આવે, બસ, તે ધર્મ કરે. પૈસા-શરીર સાચવવા ને તેનું રક્ષણ કરવું એ જ જાણે પ્રથમ પરમ કર્તવ્ય. એ દષ્ટિ હોય ત્યાં સુધી આત્મા માર્ગ ઉપર આવા મુશ્કેલ છે. જીવન રહે કે જાવ, પણ ધર્મ રહે, એ દષ્ટિ આવે ત્યારે માર્ગ પર. પ્રશ્ન :- શાસ્ત્રોનાં પાનાંનાં વચનથી તે દરેકને શી રીતે બહાર કરી શકાય? ઉત્તર–શાસ્ત્રનાં વચને તે કેવળજ્ઞાનીનાં વચને છે. જે શાસનની પ્રાણાલિકાએ અર્થ થતું હોય તેથી વિરુદ્ધ ગયે, એટલે ખલાસ. કેવળીનાં વચનને ન માનીએ તે શું કામનું? કેવળી માનવા શા આધારે ? શ્રદ્ધા ઉપર જ કેવળી મનાશે. શ્રદ્ધાથી કેવળી નહીં માનનારા તે કેવળીની હાજરી વખતે પણ કેવળીને માનતા ન હતા. કેવળી વખતે કયાં આપણે જ સીધા હતા? તે વખતે કેવળીનાં વચનને પણ ગપ્પાં કહેનાર નહીં હાઈએ ? આજે પણ શાસ્ત્રને ગપ્પાં કહેનાર ઘણા છે !
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy