________________
૨૮. ‘હુ” એટલે કોણ ?
[૧૧
મનુષ્યનું છે. અત્યારે નરકે જવાય તેમ નથી. તેથી પ્રસ્થાન કર્યુ. ઢોરમાં જવું છે, તે તે ઘેાડા વગેરે વસાવે, મનુષ્ય ગતિમાં જવુ છે, તે નિરાશ્રિત–ગરીખ વગેરે માટે ખાવામાં, દવામાં વગેરેમાં ખરચે, દેવલા કે જવું છે, તેઓ મદિર, જ્ઞાનદિર, દેવળમાં વાપરે.
નીકળતી વખતે પ્રસ્થાન સાથે લેવાય; પરંતુ આ પ્રસ્થાન એવુ છે કે–નીકળતી વખતે તે સાથે ન લઇ જવાય. દ્રવ્ય ગમે તેટલુ એકઠું કર્યુ. હાય પણ હોય ત્યાં ને ત્યાં જ રહેવાનુ. છૂટા પડતી વખતે સબંધી ઊભેા થઈ રેલ્વેમાં વળાવા આવે પણ જેને માટે જીવન અપણુ કર્યુ, પૂણ્ય, પાપ, કુટુમ્બ ન ગણ્યાં, અને જે દ્રવ્ય ઉપાર્જન કર્યું, તે દ્રવ્ય એક ડગલું પણ પાછળ આવવા તૈયાર નથી. ત્યાં ને ત્યાં જ તે રહે છે!
આશા, સદ્ભાવના હોય ત્યાં રખાય. ઘરમાં હાઇએ, બૂમ પાડીએ, સાંભળનારની આશા રાખીએ; પણ બહેરો કે લંગડા હાય તેની ત્યાં આવવાની આશા ન રાખીએ. બહેરી ખેાલાવ્યાથી ન આવે, પાંગળા પણ ન આવે. તેમાં કંઈપણ આશ્ચર્ય નથી. આવવાવાળાની લાયકાત હાય ને તે ન આવે તેમાં આશ્ચય થાય. દ્રવ્ય અચેતન છે એવું અચેતન દ્રવ્ય ચેતન પાછળ શી રીતે આવે ?
વાત ખરી પણ ના : સ્ત્રીએ ? એ તો ચેતનાવાળી છે ને ? આખી જિંદગી સુધી જેને મારી ગણી, જેને પેાતાના ગણ્યા છતાં સ્રીએ માત્ર વિસામા સુધી જ સાથે આવે. ભૂલ થઇ કે-આપણે તેને પેાતાની ગણી. પર–કુટુમ્બની લાવેલી. સ્ત્રીની સગાઈ ગમે તેટલી મજબૂત પણ કૃત્રિમ. પિતા-પુત્ર વચ્ચેની-માતા-પુત્ર વચ્ચેની મામા ભાણેજની સગાઈ સ્વાભાવિક. સ્વાભાવિક સગાઇ કરવાની જરૂર પડતી નથી. તે જન્મસિદ્ સગાઇ છે. આ સ્ત્રીની સગાઈ તે કરેલી સગાઇ છે. એટલે અતે વિસામાથી તે પાછી વળી,
*
કાકા—મામા—બંધુ આદિ તે જન્મસિદ્ધ સગાં હતાં. તાણ્યે વેલા થડે જાય' તેવી રીતે જન્મસિદ્ધ સગાં સ્વજના હેજી સાથે સ્મશાનમાં