________________
૧૯૬]
- દેશના મહિમા દર્શન
જીતની ઈચ્છાએ જ લડાઈ લડે છે, છતાં એક જ કેમ જીતે છે? કેમ તેમાં ભેદ પડે? મનના વિષયને અંગે દુનિયા એક મતે ચાલતી નથી. જયારે મતના વિષયમાં મતભેદને પાર નથી તે આત્મા મન કરતાં પણ પર છે. આવો ઈન્દ્રિયના વિષયની ક૯૫નાથી અતીત આત્મા હોય તે આત્માનું શુદ્ધ સ્વરૂપ મોક્ષ તે કલ્પનાતીત હોય જ. તેથી આપણામાં કેટલાક-મોક્ષ, મહારાજે કહ્નો માટે માનવે જોઈએ.” એમ કહે–એ રીતે મેક્ષની હા પાડે પણ મિત્રો ભેળા થાય ત્યારે મેક્ષમાં ખાવાપીવા હરવાફરવાનું નથી એવું એવું બોલવા માડે. હા, એટલું ધ્યાન રાખે કે મા,બાપ, ગુરુ આગળ આમન બેલાય.
એણે પરમ સુખનું સ્થાન ખાવાપીવા આદિમાં માની લીધું.
બીજી બાજુ તપાસીએ. આ ગુલામી નાબૂદ થઈ, તે લડાઈમાં કયા ગુલામેએ હથિયાર ઉપાડ્યા ને લડાઈ થઈ. ગુલામી નાબૂદ કરનારા સામે હથિયાર ઉપાડયા. કેમ? તેઓ ગુલામીને ગેલ સમજતા હતા. બિચારા, ગુલામી ન સમજતા તેને જ સારી ગણતા હતા. પોપટ,પારેવાને પાંજરામાં રાખે. પછી એ એ ટેવાઈ જાય કે તેને ઊડાડી મૂકે તે તે ફરી ત્યાં જ આવ્યા કરે. પાંજરાપોળમાં પારેવાં છે, તે ઊડે જ છે-કોણ બેલાવા જાય છે એમને પિતાની મેળે જ હતાં ત્યાં આવે છે. તે ટેવાઈ ગયા છે. ગુલામીમાં ટેવાઈ ગએલા ગુલામીને જ સારી માને. તેવી જ રીતે આ શરીર–કેદમાં આપણે ટેવાયેલા છીએ.
શરીર કેદખાનું. ખરેખર આ શરીર કેદખાનું છે. જેલ સળગી જાય તો કેદીને સળગવું જ પડે. સુખદુઃખ શાના લીધે છે? દુનિયાદારીની આપત્તિ શાને લીધે છે? ભટકતી જાતપણુ કેવળ આ પાંજરાના લીધે જ છે. એટલા માટે શ્રી મુનિસુંદરસૂરિજીએ જણાવ્યું કે
देहे मुमुह्य कुरुषे किमयं न वेत्सि, देहस्थ एव भजसे भवदुःखजालं । लोहाश्रितो हि सहते घनघातमग्निर्बाधा न तेऽस्य च नभोवदनाश्रयत्वे ॥