________________
૨૪. મનુષ્યભવરૂપી કલ્પવૃક્ષ
આથી ઝવેરીની સાચી વાત પણ ભીલને ગપ્પાં જેવી લાગી. તેમ આપણે પણ શામાં ટેવાયાં છીએ? પાંચ ઈન્દ્રિયના વિષયમાં અટવાયા છીએ. જમ્યા પછી ખાઉં....ખાઉં ખાઉં. આટલું જરા બતાવે તે પણ બટકા ભરવા જઈએ. નાના છોકરાય લાકડાનું ચુસણીયું રાખે છે. શાથી? ભૂખને લીધે તે નથી રાખતા. એક જ ખાવાની લત પડી ગઈ છે. બસ, ખાવું-ખાવું ને ખાવું.
પછી સમજણું થયા. આગળ વધતાં મિત્રે મળ્યા, પછી રમતની લત લાગી. માબાપ બેલાવ્યા કરે તે પણ રમતમાં જ જીવ. લંગોટીયા મિત્રો જ્યાં ઊપડયા ત્યાં તે પિતે જાય. તેને માબાપ શેધ્યા જ કરે.
એ પછી જ્યાં નિશાળમાં દાખલ થયા ત્યાં અભ્યાસની લત પછી વેપારમાં જોડાયા ત્યાં ધનની લત લાગી. “અહીંથી લઉં કે તહીંથી લઉં, પછી કુટુમ્બમાં પર એટલે મારી બાયડી_મારાં છોકરાં ની લત. તેમ કરતાં વૃદ્ધાવસ્થા આવી. એટલે એ બધું વિસારીને “કેડ, માથું, શરીર દુખે છે; એ દુઃખની જ લત,
આખી જિંદગીમાં, જે મૂળ આત્મા છે, તેની લત ક્યારેય લાગી? બાળપણથી તે વૃદ્ધાવસ્થા સુધીની તમામ અવસ્થાઓ તપાસો. જુદી જુદી લતમાં જીવન પૂરું કરાય છે. તેમાં મૂળ ધણું–આત્માને જ્યારે તપાસ્ય? તેને તપાસવાને વખત કાઢ? “કાજીની કૂતરી મરે ત્યારે ગામ શોક પાળે. કાજી મરે ત્યારે કંઈ નહી. કાજીની કૂતરી જેવી બીજી લતે માટે બધું કરીએ અને આત્મા માટે કશું નહીં ?
આત્મા અતીન્દ્રિય છે. ઈન્દ્રિયને વિષય ન હોવાથી તે કેમાં વિવાદને વિષય બની રહે છે. સુંવાળું, ખરબચડું, ગળ્યું, કડવું તેમાં કેઈને મતભેદ નથી. ઈન્દ્રિય સિવાયની (આત્માની) બાબતમાં તમારા એક મત નથી. બજારમાં રૂખ તેજી-મંદી. મંદીના જીવડાને મંદી જ દેખાય, તેજી કૃત્રિમ દેખી ફેંકી દે છે. તેજીના જીવોને તેજી જ દેખાય, તે વળી મંદીને કૃત્રિમ દેખે. એ ભેદ કેમ પડયા? કહે કે-પ્રત્યક્ષ ઇન્દ્રિયને સાક્ષાત્ વિષય નથી.
ખાટું, મેળું, તીખું તે પ્રત્યક્ષ વિષય હતા. લડાઈ લડનાર
થી.