________________
૧૫
- પ. પૂ. આગામે દ્ધારક શ્રીનાં સ્મૃતિ પુષ્પ
આબાલ્યકાલાનું શુભાશીલશાલિનં જનાગમે કેવિદ સત્વશાલિનમ્ ૧ વિષે સદા મંગલ કેલિ માલિનમ વન્દ સદાનંદસૂરિસાગરમ
ભારત કૃષિપ્રધાન નહિ, પરંતુ ઋષિપ્રધાન દેશ છે, માટે જ આ દેશને આર્યભૂમિ કહેવાય છે. આર્યાવર્ત એટલે જ સંસ્કારની ભૂમિ અને અહિંસા, તપત્યાગ, સંયમ અને શાન્તિનું તપોવન
આસ્તિકતાને આદર્શ આ દેશમાં જ જોવા મળે છે ને તેથી જ આ દેશના કંકરને પણ શંકર કહેવાય છે....આ દેશમાં અનેક સંત-મહંતે થયા અને સમર્થ કાર્ય, વિશિષ્ટ ગુણ અને પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ વડે અજબ સૌરભ પ્રસારી, પ્રેરણાદાયી ચિરસ્મૃતિને જવલંત ઈતિહાસ જગત સન્મુખ મૂકીને ગયા, તેથી જ શાસ્ત્રકારોએ સાધવો ક૫વા સાધુઓને જ કલ્પવૃક્ષ કહ્યા. અને ગુરૂઓને બ્રહ્મા, વિષ્ણુ મહેશની ઉપમા આપીને તેમને પરબ્રહ્મ (મેક્ષ)નું કારણ માન્યા.
ગૂંડાને ગોડ બનાવનાર, રાખમાંથી રામ, કંકરમાંથી શંકર, શઠમાંથી સંત, જીવને જિનપદ અર્પણ કરનાર, મનુષ્યને મોક્ષને માર્ગ બતાવનાર ભગવાન મહાવીરની વાણું જેમાં શબ્દસ્થ થઈ તે આગમોના ઈતિહાસમાં આગમ દ્વારકશ્રીનું નામ અવિભાજ્ય છે.
માનમાં વક્રુષ સાધવ: આ ન્યાયે એકલે જ હાથે જીવનભર અથાગ અને અખંડ પરિશ્રમ કરી તાડપત્રીય ગ્રન્થને ઉધઈ અને જીર્ણતાથી નષ્ટ થતું બચાવવા તમામ આગમ ગ્રન્થને સંશોધિત કરીને મુદ્રિત કરાવી ભંડારોમાં સુરક્ષિત બનાવ્યા અને આવા અપ્રાપ્ય ગ્રન્થને ઘરમાં વસાવી શકાય તેવા સુલભ કરાવ્યા ને ચિરકાલ ટકે તે માટે તામ્રપત્ર અને આરસ ઉપર કંડરાવી પ્રભુની વાણીને મંદિરની ટોચે સ્થાપિત કરી
સદૈવ જ્ઞાન અને ધ્યાનમાં મસ્ત છતાં શાસનની આપત્તિમાં પ્રાણની પણ પરવા ન કરનાર પૂજ્યશ્રીને જન્મ વિ. સં. ૧૯૩૧ના અષાઢ વદ ૦)) અમાસના કપડવંજ વીશા નીમા ગેત્રીય શેઠ મગનભાઈ તથા જમનાબેનને ત્યાં હેમચંદ્ર તરીકે થયે બચપણથી જ નીડર, ધાર્મિક સંસ્કારથી યુક્ત અને ધર્મથી વાસિત એવા પુણ્યાત્માને આગમપ્રજ્ઞ શ્રી ઝવેરસાગરજી મ. સા.નો સંપર્ક થયો. સંસારથી ઉદ્દવિગ્ન બની વિ. સં. ૧૯૪૭ના મહા સુદ પના રેજ