________________
સંયમ સ્વીકાર્યો, અને પછી આનંદ સાગર તરીકે જગવિખ્યાત થયા. અને માત્ર દશ મહિનામાં જ ગુરૂ વિરહી થયા.
ગુરૂ ભગવંતની છેલ્લી ઈચ્છાને જ્વલંત કરવા શાસનનાં કાર્યોમાં, સંયમની સાધનામાં અને આગમની વાચનામાં મન લગાવી ગીતાર્થ બની ગયા. અને “સાગરજીના હુલામણા નામથી પ્રસિદ્ધ થઈ, સાગર જેવું અથાગ અને વિશાળ આગમસંશોધનનું કાર્ય એકલે હાથે શરૂ કર્યું, આગની સાત વાચના આપી, શિષ્ય-પ્રશિષ્ય તથા અન્ય સમુદાયના અનેક મુનિઓને વિદ્વાન બનાવ્યા. પિસ્તાલીશ આગમનું મુદ્રણ, તામ્રપત્ર પર આલેખન તથા આરસપહાણ ઉપર કંડારણ કરાવવા સાથે ૧૭૫ ગ્રન્થનું સંપાદન, ૧૬૬ કૃતિઓનું પ્રકાશન, ૧૫૦ પ્રકરણોનું સર્જન, ૨૦ હજાર શ્લેક પ્રમાણ હિન્દી સાહિત્યનું સર્જન, એંસી (૮૦) ગ્રન્થમાં સંસ્કૃતમાં પ્રસ્તાવના લખી વીરશાસનમાં આગમેદ્ધારક તરીકે વિખ્યાત થયા. અને આગમેદયસમિતિ, દેવચંદ લાલભાઈ પં. ફંડ, નગીનદાસ મંછુભાઈ ટ્રસ્ટ, જૈનાનંદ પુસ્તકાલય જેવી જ્ઞાનપ્રચાર માટે અનેક સંસ્થાઓ સ્થાપી, શ્રમણસંઘને આગમ વાંચતા, બેલતે ને સમજતો કર્યો. સુરત શહેરમાં જ વિ. સં. ૧૯૭૪ . સુદ ૧૦ના સૂરિપદને વર્યા.
અનેક ઉપાશ્રયે, પાઠશાળાઓ, રાષભદેવ કેશરીમલ પેઢી જેવી સંસ્થાઓ, જિનમંદિરની સ્થાપના કરાવવા પૂર્વક અંજનશલાકાજિર્ણોદ્ધાર-તીર્થરક્ષા-ઉપધાનતપ–ઉજમણું- રીપાલિતસંઘે–બાલદીક્ષાઓ વગેરે અનેક શાસન પ્રભાવનાઓનાં ઉત્કૃષ્ટ કાર્યો કર્યા. સાથે શાસન ઉપર આવતા અનેક આકમણને એકલે હાથે દૂર કર્યા. આગમે દ્વારકશ્રીને મૃત્યુની આગાહી થતાં જ પિતાના મજબૂત હૃદયબળથી ૧૫ દિવસઅર્ધ પદ્માસને ધ્યાનદશામાં સ્થિર થઈ મરાત્રી ૨ મિકે ૪ યતીનાં પs મૃgi વીતરાગનું શરણું સ્વીકારી, સર્વજને ખમાવી, એકત્વભાવમાં લય બની, નમસ્કાર મંત્રની ધૂન લગાવતા સુરતમાં જ સં-૨૦૦૬ના વૈશાખ વદ પાંચમના બપોરે ૪ ક. ને ૩ર મિનિટે કાલધર્મ પામ્યા.
नास्सि येषां यशकाये जरामरणजभयम् ॥ દેહ વિલીન થયે પણ જીવનસુવાસ ને અક્ષરદેહે અમર થયા. માગસર સુદ-૧૩, ૨૦૩૮, દાદર
ચંદ્રાનનસાગર ગણિ,