________________
છે દેશના
અનુમોદનના પ્રકાર
8 ૧૯
- [સં. ૨૦૦૦ ફા. વ )) નેમુભાઈની વાડી, સુરત] પ્રશંસા-અનિષેધ–સહવાસ એ અનમેદનના પ્રકાર છે.
શાસ્ત્રકાર મહારાજા, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–જગતના વ્યવહારમાં શ્રીમંતાઈને કે ઊંચા કુળને શ્રીમંત કે ઊંચા કુળ તરીકે જોવાય છે. તેઓ તરફ હિત થવાની બુદ્ધિએ જોવાય છે. તેમની તરફ જેવી લાગણી થાય તેવી લાગણી કે મીઠી દષ્ટિ અહિત જેવાવાળા, રિદ્ધિવાળા, કે કુળવાળા તરફ થતી નથી. મહારિદ્ધિવાળે હેય-ચાહે જે કાર્યકરંદ હોય, પણ વફાદાર ન હોય તેને જાસૂસ ગણાય છે. તે પ્રજાજન ગણાતું નથી.
આત્માને અંગે વિચારીએ તે વફાદાર છે? અને બીનવફાદાર કેશુ? આત્માના હિતને જ જુએ તે વફાદાર અને પુદ્ગલના હિતને જ જુએ તે બીનવફાદાર. પુદ્ગલના હિતને જ જુએ તે ચેતનમય આત્માની અપેક્ષાએ કર્મરાજાની પાંચમી કતાર સમજવી. તે કતાર મારત કમરાજા, આત્માની ઉપર પોતાનો પગદંડે જમાવે છે. આ જગતમાં મનુષ્યના જેમ આર્ય અને અનાર્ય પ્રજા તરીકેના બે વર્ગો છે, તેમ જગતની અંદર–૧૪ રાજ લેકની અંદર પણ બે જ વર્ગ છે જડ અને ચેતન. જગતના પદાર્થોના આ બે જ વર્ગો છે; જડ અને ચેતન. તેમાં કર્મરાજા જડ પુદ્ગલ દ્વારા જ બીજાઓને નિર્બળ કરે છે. બીજાઓમાં બળ જગાવ, તેમને બેવફા કરવા, તે બધું તેનું કામ પુદ્ગલ જ કર્મરાજાની પાંચમી કતારનું કામ કરે છે. સારા સ્પર્શવાળા, સારા ગંધ-રૂપ-રસ–શબ્દવાળા પુદ્ગલે જીવને મૂંઝ, તેમ ખરાબ સ્પર્શવાળા પુદ્ગલે દ્વેષ કરીને આત્માને બંને પ્રકારે મૂંઝવે. ઈષ્ટ પુદ્દગલે કે અનિષ્ટ પુગલે રાગ કે દ્વેષ દ્વારા આત્માને કર્મ આધીન કરી મૂંઝવે. આ વસ્તુ સમજવી તેનું નામ સમકિત. સમકિત વસે તેને આવી માન્યતા થાય.