________________
૧૮. હિતબુદ્ધિ અને સમ્યક્ત્વ
[૧૪૧
અનાદિકાળથી અક્કલને માટે ઉદ્યમ કરી રહ્યા છે, જ્ઞાનને ધારણ કરી રહ્યા છે, તેમાં પ્રવૃત્તિ અને બુદ્ધિ પુદ્ગલ તરફ વાપરી છે. ઈષ્ટ વિષય તરફ બુદ્ધિ વાપરો છે. તમારા વનના ઉપયોગ તમે પુદ્ગલમાં કર્યાં છે. પુગલના હિત તરફ તમે ચાલ્યા છે. પુદૂગલનુ અહિત થાય, તેમ તેમ વર્ત્યા નથી.
શુદ્ધ કેવળજ્ઞાન-દર્શીનમય એવા આત્માને જન્મ, જરા, મરણુ, રોગ, શેાકની, ભાંજગડમાં ઊતરવાનું શાનું હાય ? પુદ્ગલ મારી સાથે જોડાયું. ન હોત તો કોઈ દિવસ હું જન્મ, જરા, મરણ, રાગ, શાકના સર્કજામાં આવ્યે ન હેાત. શુદ્ધ ચિદાનંદસ્વરૂપ એવા જે આત્મા જન્મજરામરણરોગ શાકમાં અટવાય, પુગલની ઘાણીમાં પીલાય, તે પુદ્ગલને આધીન થયા તેથી પુદ્ગલની ધૂંસરામાં આ જીવને પટકાવાનું બન્યું ન હત તો આ આત્માને જન્મ, જરા, મરણુ, રાગ, શોકના ચકકરમાં આવવાનું અનત જ નહી
દુનિયામાં નાશ પામેલના શોક કરવાના હોતા નથી. પણ રહ્યાને બચાવવાનું હોય. આગ વખતે મ્યુનિસિપાલિટી પ્રથમ જોડેના છાપરાની પાંખ કાપી નાંખે, જોડેવાળાને બચાવી લે; તેમ અનાદિકાળથી આત્માની આ સ્થિતિ થઈ. હવે તે સ્થિતિના વિચાર શા કામના ? કૂવામાં માણસ પડ્યો તે કેમ પડો ? તેની ભાંજગડ ન કરે, પણ તેને બહાર કાઢવાની ભાંજગડ કરે. એ બધી બીજી ભાંજગડ છેડી દેવામાં આવે, કાઢવાના રસ્તા લે. તે કયા ગામના કઇ, જાતિના, કેમ આવ્યા, કેમ પડયો તે વિચારાય જ નહિ. તેને બહાર કાઢવા કેમ ? તેમ આ જીવને અંગે અાર્ત્તિથી કેટલા ભવથી રખડે છે તે વિચારવાનું ન હેાય. હવે તેના નિસ્તાર કેમ થાય ? તે જ વિચારવાનું,
આત્મા કયારના ? ક` કેવી રીતે બંધાયું? પુદ્ગલે કેવી રીતે નચાવ્યેા ? તે હવે વિચારવાનુ ન હાય. હવે માત્ર કેવી રીતે તેના નિસ્તાર થાય? તે વિચારવાનું. દરદની ભયંકરતા સમજાયા વગર ડોકટર કે વૈદ્યની કિંમત થતી નથી. બાળકને સંગ્રહણી થઈ હોય, વૈદ્યે સંગ્રહણી કહીં. ખાળક દરદનુ-નામ ખાલે છે પણ ખાળકને સોંગ્રહણીના રાગની ભયંકરતાની અસર નથી. તેવી રીતે આત્મા