________________
૧૪૨]
દેશના મહિમા દઈન
અનાદિ છે. જન્મ, જરા, મરણના ચક્કરમાં આધીન છે. તેની અસારતાના ખ્યાલ ન આવે ત્યાં સુધી પુદ્ગલની અસારતાના ખ્યાલ ન આવે. વકીલ અસીલના નામે ખેલે છે બધુ, અને શબ્દથી ખેલે છે. પણ જોખમદારીના છાંટા વકીલને નહીં. કેાથળી ખાલી થાય તે વાદીની. વાદીની વતી માત્ર ખેલવુ' છે. તેમાં જોખમદારી નહીં.
આપણને પણ જિનેશ્વર મહારાજે નવ તત્ત્વો કહ્યાં છે. આમ આશ્રવ, સંવર, નિર્જરા, મોક્ષ કહ્યાં છે. જિનેશ્વર મહારાજે કહ્યુ છે. એ જે આશ્રવા કહ્યા છે તેના જુલમને કરનાર હું. બંધ કરનાર હું. આશ્રવ ખંધથી મારે પાછા હઠવુ જોઇ એ. જોખમદારી આપણા આત્માની સમજવી જોઈ એ.
જિનેશ્વરે નવ તત્ત્વ કહ્યાં છે, તેમ અલભ્ય પણ નવ તત્ત્વ કહે છે. તેનું જ્ઞાન અભવ્ય પણ મેળવે છે. નવ તત્ત્વનું નિરૂપણ પણ અભવ્ય જૈન શાસન પ્રમાણે જ કરે છે.
શાસ્ત્ર કે શાસનથી એક અક્ષર કે પદ્મ વિપરીત મેાલનારને શાસનમાં સ્થાન નથી.
જૈન શાસનની મહત્તા એટલી બધી છે કે અભન્ય નવે તવા ભલે ન માને, અભવ્ય જો કે મેાક્ષતત્ત્વ માને જ નહીં. જો મેાક્ષ માને તે તે અલભ્ય હાય નહી. આટલુ' છતાં તેને નિરૂપણુ તે નવ તત્ત્વાનુ કરવુ' પડે. એક અક્ષર આડા ખેલનારને શાસનમાં સ્થાન અપાય નહી”. પદ્મો કે શાસ્ત્રો ઉથલાવે તેને પણ જૈન શાસનમાં સ્થાન નહીં. અક્ષર ઉથલાવે તેને પણ શાસનમાં સ્થાન નથી. તે વાત આપણે જમાલિમાં સમજી શકયા છીએ.
જમાલિ ૫૦૦ રાજકુમાર સાથે દીક્ષા લેનાર હતા. જેની સ્ત્રીએ પણ હજાર રાજકુવરી સાથે દીક્ષા લીધી છે, આવા જમાલિને એક અક્ષરના ફેરમાં શાસને ફેંકી દીધા ! શાસન બહાર કાઢી નાખ્યા ! શાસન આમ મજબૂત, સહનશક્તિમાં-પ્રવૃત્તિમાં મજબૂત, પણ પ્રરૂપણાની બાબતમાં તદ્દન કામળ ! શાસનમાં એક પદના, કે અક્ષરના ફેર આ શાસન નહીં કરે, તેથી જ અભવ્યને માન્યતા નહીં. છતાં પ્રરૂપણા નવે તત્ત્વની કરવી પડતી. અભન્યને પણ જિનેશ્વરાએ આમ કહ્યું છે, તેમ કહીને નવેય તત્ત્વો દેખાડવાં જ પડે.