________________
દેશના છે
હિતબુદ્ધિ અને સભ્યત્વ
*********!SDE88%DA%88%DBUDAPEST [૨૦૦૦ ફા. વ. ૧૪ નેમુભાઈની વાડી, ગોપીપુરા, સુરત)
કર્મરૂપી દરદની ભયંકરતા સમજો. શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ જણાવી ગયા કે જેમ સંસારમાં હિતબુદ્ધિ, અને રાજ્યમાં વફાદારી આ બે વસ્તુ ન હોય ત્યાં સંસારમાં કે રાજ્યમાં વિશ્વાસ મૂકાતું નથી. હિતબુદ્ધિ હોય ત્યાં જ વિશ્વાસ મૂકાય. હોંશિયાર મુનિમ હેય પણ હિત કરનાર ન હોય તે તેના પર વિશ્વાસ રહેતું નથી. અહિત ન થાય, હિત જ થાય, એ લક્ષ હોય તે ભરેસે રહે. આવી બુદ્ધિવાળ નેકર હોય તે જ ભરોસાપાત્ર થાય. સગાસંબંધીનું વચન કયારે માન્ય થાય? મારું હિત કરે તેના ઉપર જ ભરે સો થાય. હિતની બુદ્ધિવાળો અસુંદર પરિણામે હિતકર) કહે તે પણ માન્ય થાય.
હિતબુદ્ધિથી અસુંદર કહેવાએલું માન્ય થાય. એક વખત મેળામાં કઈકે ખૂન કર્યું. તેના બેરિસ્ટરને ખબર પડી બેરિસ્ટર ગૂને કબૂલ કરાવે છે. અસીલને કહે છે કે-ખૂન કબૂલ કરી લે. બીજા બધા ગુનામાં બીજી વસ્તુનું જોખમ પરંતુ ખૂન કરવામાં પિતાનું જોખમ. કેસ ચાલ્યું તે વખતે તેણે નાકબૂલ કર્યું. પોલીસ હવે સાક્ષી ક્યાં ખેળવા જાય? હિતની બુદ્ધિવાળે ખૂન કબૂલ કરાવે તે પણ કબૂલ કરી લે.
હિતબુદ્ધિ હોય તે જ તેની ઉપર પ્રામાણિક્તા આવે. અધિકારીએમાં પ્રથમ વફાદારીના સેગન લેવડાવવામાં આવે છે. કેટને વફાદાર રહેવાના સેગન ન લે તે ત્યાં ઊભે ન રખાય. વફાદારી વગરનાં બુદ્ધિબળ નકામાં છે. વફાદારી વગરના કાર્યક્રમની કિંમત કેડીની પણ ગણાતી નથી.