________________
૧૬, સાહિત્યનું સાધ્ય
[૧૧૯
આમ ગાથાઓ ગેખતાખતા છેકરાઓ ગામમાં ગયા. રાજર્ષિએ તે ગાથા પણ સાંભળી અને મોઢે કરી ! હવે અહીં શું બન્યું? એ રાજાનું નામ છે યવર્ષિ.-સત્તા સંપત્તિના મદવાળે છે, રાજઋષિ (મુનિ) થયે છે. તે યવર્ષિ છે, એના છોકરાનું નામ ગભીલુ, પ્રધાનનું નામ દીર્ઘપૃષ્ટ, છેકરીનું નામ અણેલિકા. દીક્ષા લીધી ત્યારે કુમાર ગભિલ્લ ના હોવાથી કુમારને સંભાળવાનું કામ તે યુવરાજાએ દીર્ઘપૃષ્ટને ભળાવેલ.
હવે રાજાએ દીક્ષા લીધી એટલે પાછળથી પ્રધાને પ્રપંચ કરીને વિચાર્યું કે, કુંવરને મારું અને કુંવરી અલકાને મારા છોકરા સાથે પરણાવી મારા છોકરાને રાજગાદીએ બેસાડું. યુવરાજાના ઘર જમાઈ તરીકે છેકરાને જ રાજગાદીએ બેસાડું. આ વિચારથી પ્રધાને અણલિકાને ઉપાડી પોતાના ઘર નીચેના ભેંયરામાં છૂપાવી દીધી. હવે પિલે ગર્દભ કુંવરે (રાજા) પિતાની તે બહેનની ચારે બાજુ તપાસ કરવા લાગે છતાં તેને પત્તો ન મળે.
પ્રધાનને પ્રપંચ તેવામાં ગુરુની આજ્ઞા પામી વિહાર કરતા તે યુવરાજર્ષિ ત્યાં આવે છે, તે વાત સાંભળી પ્રધાને વિચાર્યું કે-રાજા જ્ઞાની થયા છે. રાજા મારા પ્રપંચની હકીકત જાણ્યા વગર રહેશે નહીં. જવર્ષિ વાત ફોડશે તે મારું મન થશે. કર્મચારીઓ પિતાના રક્ષણ માટે શંકાશીલ હેય. ચોવીસે કલાક મન ડંખેલું જ રહે. તેને અંતઃ કરણમાં શાંતિનું સ્થાન ન હોય. હવે શું કરવું ! આવનાર બાપ છે. હેરાન થનાર કુંવર છે. પ્રશ્ન કરીને કરશે ‘હવે તેમાં આડું શી રીતે થવાય! “પૂછશે નહીં,' એમ કુંવરને કહેવાય નહીં....'
કર્મચારીઓ કુટીલતામાં એટલા વધેલા હોય કે જ્યાં કાંકરો હોય ત્યાં વહાણ ચલાવે. પેલા પ્રધાને ગભીલ્લને ભરમાવ્યું. “ મહારાજા, આપનું લુણ ખાધું છે ને ખાઉં છું. આપને વાળ વાંકે થાય તે મારે પ્રાણ જાય. એટલે આપના હિત માટે, આપત્તિમાં ન આવી પડે તે માટે એક વાત કહું છું. આપના બાપ મુનિ અહીં આવે છે. તે ત્યાગીપણું