________________
૧૧૮]
દેશના મહિમા દર્શન
પિતાના મૂળ નગરે જાય છે. માર્ગમાં કે એક ગામ કુંભારને ઘેર ઉતર્યા છે. તેને ઘેર નાના ઉંદરડાઓ છે. દરમાંથી નીકળી અહીંથી તહીં દડદોડ કરે ને કુંભારને જોઈ દરમાં પેસી જાય.
सुकुमालकोमलभद्दलया तुम्हे रत्तिहिंडणसीलणया । अम्हे पस्त्राओ नत्थि ते भय दोहपिट्ठाओ तुम्ह भय ॥
સુકોમળ ઉંદરની જાત, તેમાં ય નાના ઉંદરે એટલે કે મળતા વધારે, ભદ્રિકતા વધારે. આ સ્થિતિમાં જાતિના સંસ્કારને લીધે રાતે દર છેડી આમતેમ ફરવાની ટેવવાળા ઉંદરનું જોર રાતે જ, પરંતુ કુંભાર તે બચ્ચાને કહે છે કે હું તને મારવાવાળે નથી. મારાથી તને ભય નથી, પરંતુ આ વેરાન જેવું ઘર છે, તેમાંથી જે સાપનાગ નીકળે તે તેનાથી તને નુકશાન થશે, માટે દરમાં પેસી જા.” કુંભાર આટલે સમજી! શાથી? તે સાહિત્યશેખીન હોવાથી આ કહે છે. તે સાહિત્ય શોખીન હોવાથી આ ગાથા કહે છે.
રાજર્ષિ વિચારે છે કે કુંભાર આટલી રચના કરે ને હું કંઈ ન જાણું? એ જ ગાથા મેઢે કરી. ત્યાંથી આગળ ચાલ્યા, ખેતર આવ્યું ખેતરમાં જવ વાવેલા છે. બરાબર ઉગેલા છે. એટલે ગધેડાની જાત તે ખેતરને આમતેમ જુએ છે. તે જોઈ ખેડૂત બોલ્ય.
'ओहावसि पेहावसि मम चेव निरिक्खसि॥
लक्खिओ ते अभिप्पाओ जव भकूखेखि गदहा ॥ કહે છે કે “આમને જાય છે તેમને જાય છે, પણ તારે વિચાર જા; તું આ જવને અંગે લાગણીવાળે થયે છે.”
આ સાંભળીને રાજર્ષિને થયું કે-ખેડૂત આટલી રચના કરવાવાળે! સાહિત્યને શોખીન કુંભાર ! એ પદ્ય પણ રાજર્ષિએ મોઢે કર્યું. કુંભાર અને ખેડૂત આવા શોખીન! રાજર્ષિ આગળ ચાલ્યા. છેકરાં મોયદાંડીએ રમી રહ્યા છે. ત્યાં મેય ઉછળી ખાડામાં પડી કે કૂવામાં પડી ! છોકરા ચારે બાજુ દેડી વળ્યા; પણ ક્યાંથી ન મળી એટલે
'अओ गया तओ गया' न इज्जन्ति न दीसइ । अम्हे न दिट्ठा तुम्हे न दिठा 'अगडे छुढा अणेोल्लिया.'॥