________________
દેશના
સુમતિ આત્મા
સમકિતિ આત્માની પરિણતિ ૨૪ કલાક નિર્મળ હેય.
શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ જણાવી ગયા કે-જેમ મનુષ્ય, મંદિર, ઉપાશ્રય, સામાયિક, પડિકામણને ધર્મ ન ગણનારે હેય તેને સમકિત જ નથી.
ધર્મ ન ગણનારે હોય એટલું શું?
અહીં ઉપાશ્રયમાં ગુરૂ પાસેથી જે જ્ઞાન લીધું, તે પગથિયું ઉતરતાં ભૂલી જાય, તેવાને સમકિત નથી. ધર્મની પરિણતિ ચોવીસે કલાક રહેરમત ૩૦ સમ્યક્ત્વ થયું–સમ્યક્ત્વથી વાસિત થયે. તે વૈમાનિક સિવાય ઓછું આયુષ્ય બાંધે નહીં. તેના બે અપવાદ આ ચાલુ વિષયમાં ન હોવાથી અહીં આપણે જણાવતા નથી.
વૈમાનિક આયુષ્ય ક્યારે ન બાંધે? પૂર્વે બદ્ધાયું હોય, અગર સમ્યક્ત્વ ખસી ગયું હોય ત્યારે.
બીજી બધી પ્રકૃતિ દરેક સમયે બંધાનારી છે, પણ ૧૫૮ પ્રકૃતિમાં આયુઃ એક જ એવી પ્રકૃતિ છે કે આખા ભવમાં એક જ વખત બંધાય, અને તે જ આગળના ભાવમાં કામ લાગે. જીવની સત્તામાં ચારે ગતિનાં અને પાંચે શરીરનાં દળીયાં હોય, પણ આયુષ્ય બાંધવા માટે એક સાથે બે ભવનાં દળિયાં ન હોય. વધારે જાતનાં દળીયાં ન હોય. આયુષ્ય એક જ ભવનું બંધાય. વૈમાનિકનું જ બાંધે. આપોઆપ આવી ગયું કે-સમ્યકત્વવાસિત થયેલ તે જીવ, બાંધે તે વૈમાનિકનું જ આયુષ્ય બાંધે, જે પહેલાં આયુષ્ય બાંધ્યું ન હેય અને સમ્યકત્વથી ખસેલે ન હોય તે. “વૈમાનિક” શબ્દ એટલા માટે વાપર્યો છે કે એનાથી હલકું આયુષ્ય ન બાંધે. સમ્યક્ત્વવાળે જીવ વૈમાનિકનું જ આયુષ્ય બધે.