________________
નામ શું છે? અને તેના ગુણ કેવા છે તે કહો. વળી આ ફળ તમને કયાંથી મળ્યું તે પણ કહે”
મહારાજ ! ” બ્રાહ્મણ બોલે, “ઘણે ગરીબ છું, અન્ન ને દાંતને વહે છે. તેથી મેં ભગવતી ભુવનેશ્વરી દેવાની આરાધના કરી, દેવી મારા પર પ્રસન્ન થયાં, ફળ આપતાં, તેનો પ્રભાવ કહેતાં કહ્યું, “હે બ્રાહ્મણ ! આ ફળ ખાવાથી મનુષ્ય અમર થાય છે.”
દેવીના શબ્દો સાંભળી મેં કહ્યું. “હે અ! મારા જેવા દુર્ભાગીને આ ફળથી શું લાભ? દ્રવ્ય વિના લાબું જીવન જીવવાથી શો લાભ? માતાજી, વનમાં વલ્કલ પહેરી રહેવું સારું પણ નિર્ધન થઈ કુટુંબીઓની વચ્ચે જીવવું જોઈએ નહિ. વળી નિર્ધન, રેગી, મૂર્ખ, હંમેશાં મુસાફરી કરનાર અને નોકરી કરનાર જીવતા મરેલા જેવા છે.”
બ્રાહ્મણના શબ્દો સાંભળી દેવીએ કહ્યું, “તારા નશીબમાં સારે એ દ્રવ્યગ નથી. છતાં થોડું ઘણું દ્રવ્ય આનાથી મળશે.” કહી દેવી અદશ્ય થઈ ગયાં.
હું ઘેર આવી સ્નાન કરી પૂજાપાઠ કરી ફળ ખાવા બેઠે, ત્યારે મારા મનમાં વિચાર આવ્યું, “ફળ ખાઈ લાંબુ શાને જીવવું ? આ ચિરંજીવ બનાવવાવાળું ફળ મહારાજા અવંતીપતિને આપવામાં આવે તે તે ચિરંજીવ થઈ અનેક પ્રાણીઓને સુખી કરે. દુર્બળ, અનાથ, બાળક, વૃદ્ધ, તપસ્વી, ચોરાદિથી પીડાયેલા માનવેને રાજા જ એક રક્ષક છે. આમ