________________
છે તે હું કયારે પણ ભૂલી શકતું નથી. તેથી હે મિત્ર! મને ક્યારેક અવંતીનું રાજ્ય મળશે, તે તું ત્યાં જરૂર આવજે.”
આ સાંભળી ભટ્ટમાત્રે કહ્યું, “હે મિત્ર ! માણસને જ્યારે વૈભવ મેળે છે, સુખી થાય છે, ત્યારે પિતાના ગરીબ મિત્રોને-સંબંધીઓને યાદ જ કરતું નથી, તેમ તમે પણ ભૂલી જશે.”
“હે મિત્ર!” વિકેમે કહ્યું, “આ સંબંધમાં વધારે શું કહું? સમય બતાવશે.” કહેતાં બંને મિત્રે આગળ વધ્યા અને એક ધર્મશાળામાં મુકામ કર્યો.
ધર્મશાળામાં અવધૂત-સાધુ આવેલ છે. તેવા સમાચાર મળતાં લેકે દર્શન કરવા ઉમટ્યા. ભીડ ભરાઈ ત્યાં લેકે અંદરોઅંદર વાત કરતા હતા. મહારાજા ભર્તુહરિ રાજ્યને ત્યાગ કરી વનમાં તપ કરવા ગયા છે. રાજ્ય સૂનું પડ્યું છે. તેથી એક અધમ રાક્ષસ અવંતીની પ્રજાને ત્રાસ આપી રહેલ છે.”
નગરલેકેની વાત સાંભળી વિક્રમે વિચારવશ સ્થિતિમાં રાત ગુજારી, વહેલી સવારે ભમાત્રને કહ્યું, “દરત ! મારા ભાગ્યની પરીક્ષા કરવા હું અવંતી તરફ જાઉં છું. તું મને રજા આપ.”
તમારે પ્રવાસ સફળ થાવ, ખુશીથી જાવ.” ભક્માત્રે કહ્યું અને પછી બંને મિત્રે ભેટયા અને છૂટા પડ્યા. | વિક્રમ ભટ્ટમાત્રથી છૂટા પડી તેના ગુણે યાદ કરતા અવંતી તરફ જવા લાગ્યા, ને ભટ્ટમાત્ર પણ વિક્રમના ગુણો યાદ કરતે પિતાના ગામ તરફ જવા લાગ્યા.