________________
પ્રકરણ ત્રીજુ ... ... ... ... ... ભર્તુહરિની સભા
' મહારાજા ભર્તુહરિના રાજભવનની, સભાગૃહની શોભા અવર્ણનીય હતી-ડા શબ્દોમાં કહીએ તે એ શેભાને અલકાપુરી સાથે જ સરખાવી શકાય. - અવન્તીની એક બાજુએ ક્ષિપ્રા નદી મંદ મંદ ગતિએ વહે છે. જાણે તે આગંતુકને સત્કાર કરી શ્રમ દૂર કરવા વહેતી હોયબીજી તરફ વિધવિધ પ્રકારનાં ફળ, ફૂલેથી-પક્ષીએના ટહુકારથી–ભ્રમરના ગુંજારવથી આકર્ષતા બગીચા હતા. શત્રુઓ આક્રમણ કરી નગરવેશ ન કરી શકે તે નગરમાં પ્રવેશ કરવાને ગઢ સાથે વિશાળ દરવાજો હતે. • નગરના મનોરમ્ય મહેલની વચમાં પ્રત્યેકને આકર્ષતે સુંદર રાજમહેલ ભી રહ્યો હતે. તેના ઘુમ્મટની ધજા આકાશ સાથે વાત કરતી લહેરાતી હતી.
રાજ્યમહેલ અંદરથી સુરમ્ય છે, વિશાળ સ્તંભેવાળે છે. ત્યાં કલાપૂર્ણ ચિત્રો છે, છત ઉપર પંચરંગી પુછે, વેલબુટ્ટા ચિતરેલા છે. દીવાલ પર પૂર્વે થઈ ગયેલા રાજાઓનાં ચિત્ર ચિતરેલા છે. જે જોતાં તેઓ હમણું જ બોલી ઊઠશે તેમ લાગે.