________________
પ્રકરણ બીજું
તાપીના કિનારે
વિક્રમ અને ભક્માત્ર ફરતા ફરતા તાપી નદીના કિનારે આવ્યા અને એક ઝાડ નીચે રાત્રી પસાર કરવા વિચાર્યું. તેવામાં શિયાળના શબ્દ સંભળાયા. ભટ્ટમાત્ર શિયાળની બેલી જાણ હતે, તેણે વિક્રમને કહ્યું, “વિકમ ! થોડે દૂર દાગીનાવાળી સ્ત્રી મરેલી પડી છે.”
વિકમ આ અભુત વાત સાંભળીને માત્ર સાથે જોવા ચાલ્યા, તે તેમની દષ્ટિએ દાગીનાથી લદાયેલી–મરેલી સ્ત્રી પડી, એટલે ભટ્ટમાત્રને વિક્રમે કહ્યું “તારું કહેવું સાચું છે. પણ હું આ મરેલી સ્ત્રીના શરીર પરથી દાગીના લઈ શકું તેમ નથી. તારી ઈચ્છા હોય તે તું લઈ લે.”
તમે ન લે તે હું કેમ લઉં? મારાથી તે કાર્ય નહિ જ થાય, ભેસ્ત ! સિંહ ભૂખે રહેશે પણ ઘાસ તે નહિ જ ખાય.” તે ફરી બંને પાછા પૂર્વ સ્થાને આવ્યા, ત્યાં તે ફરી શિયાળના શબ્દો સાંભળાયા, ભક્માત્રે કહ્યું, “દસ્ત! એક મહિનામાં તમને અવંતીનું રાજ મળશે.”