SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ રત્ન આપે છે.” આ સાંભળી વિકમે કહ્યું, “જે કઈ આવાં દીન વચન બેલી રત્ન લે છે તે કાયર છે. પણ જે રોહણાચળ આવાં દીન વચનો કહેવડાવ્યા વિના જ મને રત્ન આપશે તે હું લઈશ. ઉદ્યાગી પુરુષ પાસે લક્ષ્મી પોતે જ જાય છે.” - વિક્રમ અને ભક્માત્ર પછી રેહણાચલ પર્વત પર ગયા. ત્યાં ભઠ્ઠમા વિક્રમને “હા દૈવ, હા દેવ' કહેવા કહ્યું, પણ વિકમે તેવું કહ્યા સિવાય ખોદવા માંડ્યું. પણ રત્ન ન નીકળ્યું તેથી ભમાત્રે એક યુક્તિ વિચારી કહ્યું, “હે વિક્રમ! અવંતીથી આવેલા તે તમારી માતા રાણી શ્રીમતીના અવસાનના સમાચાર આપ્યા છે.” આ સાંભળતાં જ વિક્રમે માથા પર હાથ મૂક્યું ને મોઢામાંથી “હા દૈવ, હા દૈવ” દીન શબ્દ એકાએક નીકળી પડ્યા. તે પછી તેમણે એવું, તે રન નીકળ્યું. એ રત્નનો તરફ પ્રકાશ ફેલાઈ ગયે એ રત્ન લઈ ભટ્ટમાત્રે વિકમને આપ્યું. ને કહ્યું. “તમારી માતા હયાત છે, કુશળ છે, શેક ન કરે. આ તે મેં રન લેવા યુક્તિ કરી હતી.” ભક્માત્રના શબ્દો સાંભળી વિકમ આનંદ પામ્યા. આ સંસારમાં માતાનું સ્થાન બધાનાં કરતાં શ્રેષ્ઠ છે. ગંગાસ્નાન, નર્મદાદર્શન અને તાપીનું સ્મરણ કરવાથી જે પુણ્ય થાય છે તેટલું જ પુણ્ય માતાના ચરણની સેવાથી મળે છે. | માતાના હયાત હેવાના સમાચાર સાંભળી હર્ષિત થઈ વિકમે પેલા રત્નને ફેંકી દીધું ને પછી ભઠ્ઠમાત્ર સાથે શવિદેશમાં ભ્રમણ કરવા લાગ્યા.
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy