________________
વિચાર્યું, “હવે આ સ્થાનમાં રહેવું મારે માટે યોગ્ય નથી. સ્વમાની પુરુષ પ્રાણત્યાગ કરી શકે છે પણ અપમાન સહન કરી શકતા નથી. પ્રાણત્યાગનું દુઃખ ક્ષણ માટે થાય છે, પણ અપમાનનું દુઃખ જીવનપર્યત થાય છે. ઉત્તમ પુરુષે માટે માન એ જ શ્રેષ્ઠ ધન છે.” આમ વિચારી અવધૂતને વેશ ધારણ કરી વિક્રમાદિત્ય અવંતી છેડી તલવાર રૂપી મિત્રને સાથે લઈ ભાગ્યની પરીક્ષા કરવા નીકળ્યા.
કેટલેય સ્થળે ભમતા ભમતા એક ગામમાં આવી પહોંચ્યા. ત્યાં તેમની દષ્ટિએ કેટલાય લેકે ટોળે વળી ઊભેલા પડ્યા. ત્યાં તે ગયા. તે તેમણે ટોળા વચ્ચે એક માણસને જે, જે ભેગા થયેલાઓને આનંદ આપી રહ્યો હતો. | વિક્રમાદિત્યે તેને જોતાં વિચાર્યું, “આ માણસ પંડિત અથવા જ્ઞાની હોવો જોઈએ.”
વિક્રમાદિત્ય આમ વિચારે છે ત્યાં તે ભમાત્રની દષ્ટિ વિક્રમાદિત્ય પર પડી. તેને લાગ્યું કે આ અવધૂતના વેશમાં કઈ રાજકુમાર છે તેથી તેને મળવું જોઈએ. આમ મનથી નકકી કરી ભટ્ટમાર્ગે પિતાનું કાર્ય સમાપ્ત કર્યું. એટલે બધા વિખરાયા. વિક્રમાદિત્ય પણ જવા લાગ્યા. ભટ્ટમાત્ર પણ તેમની પાછળ પાછળ જવા લાગ્યા. થોડીવારમાં બંને ભેગા થયા. વાત કરતા મિત્ર થઈ ગયા. પછી એ બંને મિત્રો ફરતા ફરતા રેિહણાચલ પર્વત પાસેના ગામમાં ગયા. ભટ્ટમાત્રને ગામના લેકથી જાણવા મળ્યું કે, “પર્વતમાં રત્નની ખાણ છે. પરંતુ જે કઈ માથા પર હાથ મૂકી “હા દેવ, હા દેવ કહે તેને તે પર્વત