________________
- આ ધર્મપ્રેમી દંપતી માટે ભાગ્યને પરિવર્તન આવ્યું. શેઠ ગરીબ થઈ ગયા. સુખસાગરમાં રહેનારા દુઃખના દાવાનળમાં સળગવા લાગ્યા.
ધનહીન થવા છતાં તે હદયથી ગરીબ થયા ન હતા. ધર્મ તેમને સાથ આપી રહ્યો હતો. તેમને ધન છોડી ગયું હતું પણ ધર્મ તેમને છેડીને ગયે ન હતો. નિર્ધનતાને અંધકાર છવાઈ ગયે હતો, તેમાં પણ તેમને તેજકિરણ જણાયું. તેમણે ઉદ્યમ, શ્રમ, ઉત્સાહ અને ધૈર્યથી આગળ પગલું ભર્યું.
નસીબવેગે એક તપસ્વી મુનિરાજ તેમને ત્યાં ગોચરી માટે આવ્યા, તેમણે શુદ્ધ નિર્દોષ આહાર ભાવપૂર્વક વહેરાવી નિર્ધન સ્થિતિને દૂર કરવાને ઉપાય પૂછયે. માર્ગ દર્શન માટે વિનંતી કરી. જ્ઞાની મુનિ મહારાજે ધર્મિષ્ઠ શ્રાવક ભાવકને કહ્યું, “અહીં કેઈ ઘેડા વેચનારે આવે તે ઘડા ખરીદી લેજે. તેથી તમારે ભાગ્યોદય થશે. સુખ સમૃદ્ધિ મળશે તે સમૃદ્ધિ તમારા પુત્રને શત્રુંજયને ઉદ્ધાર કરવા માર્ગદર્શન આપશે.” - પવિત્ર ગંગા વહી રહી હોય તેમ મુનિ મહારાજને વાણપ્રવાહ વહી રહ્યો. હતો. તેમની વાણીમાં સત્ય હતું. જ્ઞાન હતું, ધર્મપરાયણતાની ચિનગારી હતી. એ વાણી સાંભળતાં તે દંપતીનાં હૃદયમાં આનંદની લહેરે ઊઠી.
કેટલાય દિવસ પછી એક ઘેડા વેચનારે ત્યાં આવ્યું.