________________
૬eo
પિતાના પિતાનું ચરિત્ર ચાર ચામરધારિણીઓ પાસેથી સાંભળી વિક્રમચરિત્ર ઘણે ખુશ થયા અને ન્યાયથી રાજ્યનું પાલન કરવા લાગે. વળી જૈનાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી પાસેથી જિનેશ્વરદેવથી પ્રકાશિત થયેલ ધર્મને જાણી તે ધર્મપરાયણ થયે.
શ્રી શત્રજયે ઉદ્ધારક જાવહ શાહ પ્રભુ શ્રી ઋષભદેવજીના પુત્ર સુરાષ્ટ્રના નામથી પ્રસિધ્ધ સૌરાષ્ટ્ર ભૂમિના ખળામાં સદેવ શાશ્વત તીર્થાધિરાજ શત્રુંજય ભવ્ય જીને કેટલાય કાળથી આકર્ષી રહેલ છે.
વર્તમાન ચોવીસીમાં સહુથી પહેલા મહાતીર્થ શ્રી શત્રુંજયતીર્થ પર ભરત ચક્રવર્તી ચતુર્વિધ સંઘ સાથે ચઢયા હતા. એ મહાતીર્થના પ્રભાવથી કેટલાય સંસારસમુદ્ર પાર કરી શક્યા હતા. જેમની સંખ્યા કહી શકાય તેમ નથી.
શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીના ઉપદેશથી અવંતીપતિ મહારાજા વિક્રમાદિત્ય પણ ચતુર્વિધ સંઘ સાથે ત્યાં ગયા હતા અને શ્રી આદીશ્વરજીનાં દર્શન, વંદન અને પૂજન કર્યા હતાં. આત્માને પાવન કર્યો હતે.
એ ગૌરવપૂર્ણ સૌરાષ્ટ્રની ભૂમિમાં આવેલ કાંપત્યપુર નગરમાં ભાવડ શ્રેષ્ઠી પિતાને જીવનકાળ વ્યતીત કરતે હતે. એ ભાવડ શાહ વિનયી, વિવેકી અને ધર્મપરાયણ હતો. ધર્મ જ પ્રાણ છે તે સિદ્ધાંતમાં માનનારે હતો. તેની ભાગ્યશાળી પત્ની ભાવલ પણ પતિને પગલે ચાલનારી હતી. ધર્મકાર્ય સદાય કરતી જ રહેતી.