________________
માં પરિવર્તન આણ્યું. તેના
ગયા, કીતિ
ભાવડે તેની પાસેથી જેમ તેમ કરી ઘોડી વેચાતી લીધી. ઘડી ઘરમાં આવતાં જ આનંદ આનંદ થઈ રહ્યો. છેડા દિવસે પછી ઘડીએ વછેરાને જન્મ આપ્યું. તેને જન્મ થતાં ભાવડના ભાગ્યમાં પરિવર્તન આવ્યું. વેપાર વધી ગયે, કીર્તિ, પ્રતિષ્ઠા તેને શોધતી આવી. એ વછેરાને કપલ્યપુરના રાજા તપનરાયે જોયે. તેને લેવા તેનું મન લલચાયું, ને તેણે ત્રણ લાખ સોનામહોરો આપી તે ખરીદ્યો.
વેપારના વધવા સાથે લહમી ઉભરાવા લાગી અને તે લક્ષ્મીથી કેટલાય સુલક્ષણવાળા ઘોડા તેણે ખરીદ્યા, વેશ્યા, નફે મેળવ્યો. પછી તેણે એક જ રંગના કેટલાય ઘેડા ભેગા કર્યા. ત્યારે તેના કાને અવંતીમાં રાજ કરતા મહારાજા વિક્રમ દિત્યની કીર્તિ પડી. તેથી તેને એક રંગના ઘોડા મહારાજાને ભેટ કરવા વિચાર આવ્યું. તે એક રૂપ રંગના ઘોડા લઈ અવંતી આ ને મહારાજાને આદર સહિત અર્પણ કર્યા.
આવી ભેટ ભારતના મુગટમણ, અવંતપતિ વિકમાદિત્ય એમને એમ કેવી રીતે સ્વીકારે ? તેમણે તે ઘોડાની કીમત લેવા ભાવડને સમજાવ્યું, પરંતુ શેઠે કિમત લેવા ના પાડી, ત્યારે મહારાજાએ મધુમતી વગેરે બાર ગામ તેને આપ્યાં. એ મધુમતી અત્યારે સૌરાષ્ટ્રમાં મહુવાના નામથી સુપ્રસિદ્ધ છે.
સમય આગળ વધે. ભાવડ શ્રેષ્ઠીને ત્યાં પુત્રને જન્મ થયે. મા ભેમને એક અણમોલ રત્નને પોતાની છાતીએ લગાવવા તક મળી.