________________
લક્ષણા પુરુષ છે.” ત્યારે વીરે કહ્યું, “મહારાજા આખા રાજના આધાર છે. તેમનું આદરપૂર્વક રક્ષણ કરવું જોઈએ, હું રાજાને સેવક છું. મારા મરવાથી જગતને કાંઈ નુકશાન થવાનું નથી. તેથી દેવી ! હું મારે ભેગ આપીશ.” આ પ્રમાણે કહીને તે પિતાને ઘેર ગયે. માત-પિતાને બધી વાત કહી. તેમણે વાત સાંભળી હર્ષપૂર્વક ભેગ આપવા જણાવ્યું. એટલે તે ઉતાવળે દેવી પાસે આવ્યો. ને પૂછવા લાગે. કહા દેવી, હવે મારે શું કરવાનું છે?” દેવીએ કહ્યું, સ્નાન કરી આ અગ્નિકુંડમાં પડે.”
દેવીને કહેવા પ્રમાણે તે અગ્નિકુંડમાં પડે. ત્યારે તેના માતાપિતા પણ સમશાનમાં આવ્યાં ને “પુત્ર વિના જીવન નકામું છે. તેમ વિચારી માતાપિતા અને પતિ વિના જીવન નકામું છે તેમ વિચારી તેની પત્ની એમ બધાં ય તે કુંડમાં કૂદી પડયાં
આ બધું વૃક્ષની પાછળ છુપાયેલા મહારાજા જઈ રહ્યા હતા. તેમણે વિચાર્યું, “મારે માથે આ ચારની હત્યા થઈ માટે હું પણ અગ્નિકુંડમાં કૂદી પડું.”
જેવા મહારાજ અગ્નિકુંડમાં પડવા જાય છે ત્યાં તે દેવી પ્રગટ થયાં અને તેમને રોકવા લાગ્યાં. ત્યારે મહારાજાએ પૂછયું. “તમે મને રોકનાર કેણુ છે?” દેવીએ જવાબમાં કહ્યું. “હું આ રાજ્યની અધિષ્ઠાયિકા છું, હે. રાજન્ ! કુંડમાં પડવાનું તમે સાહસ ન કરે ત્યારે મહારાજાએ કહ્યું, “ચારે જણને જીવતા કરે નહિ તે હું કુંડમાં પડવાને.”