________________
રાજાના શબ્દો સાંભળી દેવીએ ત્યાં થોડું પાણી છાંટ્યું, એટલે તરત જ તેઓ જીવતાં થયાં. એ જોઈ મહારાજા બોલ્યા, “હે દેવી! તમે તે ખરેખર ઈદ્રજાળ ફેલાવી. ત્યારે દેવીએ કહ્યું. “તારી અને આ મનુષ્યની પરીક્ષા કરવા મેં આ કર્યું હતું.'
આ સાંભળી બધાં દેવીને નમ્યાં ને ઘેર ગયાં. મહારાજાએ ગામે વગેરે આપી વરનારાયણનું સન્માન કર્યું.' કહી મહારાજાએ શય્યાને પૂછયું, “હે શય્યા, મહારાજા વગેરેમાં વધુ સાહસગુણવાળું કેણ હતું ?” શય્યાએ કહ્યું. “મને. તેની ખબર નથી.” ત્યારે મહારાજા બોલ્યા, “અહીં જ જાણતું હોય છતાં ન કહે તો તેને સાત ગામ બાળ્યાનું પાપ.”
આ સાંભળી શય્યામાં સૂતેલી રાજકુમારી બોલી. “મહારાજા બધામાં વધારે સાહસવાળા હતા. કેમકે મહારાજા પૃથ્વીના આધાર છે. સેવક નહિ.”
આ પ્રમાણે રાજકન્યાને વિક્રમાદિત્યે ચાર વાર બોલાવી. તેથી સવાર થતાં રાજકુમારી સાથે ધામધુમથી વિક્રમાદિત્યે લગ્ન કર્યો. પછી સુરસુંદરીના પિતાએ કહ્યું, “ચાલ જમવા.” ત્યારે વિક્રમાદિત્યે કહ્યું, “મેં ચકેશ્વરી દેવીને સવાલાખ સોનામહે ભેટ ચડાવવા બાધા રાખી છે. તે ભેટ ચઢાવ્યા, વિના હું જમી શકું નહિ.” ત્યારે સુરસુંદરીએ પણ બાધાની. વાત કરી. એટલે પતિપત્ની વાજતેગાજતે તે દેવીના મંદિરે ગયાં ને બંને જણાંએ જુદી જુદી સવાલાખ સેનામહોરે.