________________
વર્તન જાણી ગયા. છાહડે એક સિદ્ધ પાસેથી અમૃતકુપિકા મેળવી. તે બહાર જતો ત્યારે રમાની રાખ કરતે, આવતો ત્યારે અમૃત છાંટી સજીવન કરો. તેને યાત્રા કરવાની ઈચ્છા થઈ. તેથી રમાની રાખ કરી ઝાડના પિલાણમાં મૂકી. અમૃતકુપિકા સાથે મૂકી . ત્યાં ગોવાળ આવ્યો. તેણે ગાંસડી જેઇ. બહાર કાઢી. બહાર કાઢતાં અમૃતનાં ટીપાં પડયાં. રમા સજીવ થઈ ગવાળ સાથે ભોગ ભેગવવા લાગી.
છાહડના આવવાને સમય થયું. ગોવાળે રમાના કહેવાથી તેની રાખ કરી, પિલાણમાં મૂકી છાવડ આવ્યો તેને રમાને સજીવ કરી. ત્યારે તેના શરીરમાંથી વાસ આવવા લાગી. શોધ કરતાં ગોવાળ મળ્યો, બધી વાત જણાઈ. તેથી છાહડે દીક્ષા લીધી. ને રમા દુષ્કર્મ કરવાથી નર્કમાં ગઈ. - બીજા પંડિતે લેહપુરમાં રહેનારા ઠગોની વાત કહી, તે સાંભળી તે ગામ જેવા મહારાજાને વિચાર આવ્યો. તેમણે ભકમાત્રને મેકલ્યા પછી તે ગયા. રસ્તામાં :વનમાં ઠંડા અને ગરમ પાણીનાં કુંડ જોયા. વાનરલીલા પણ દેખી. આશ્ચર્ય પામ્યા. પિતે અનુભવ લઈ આગળ ચાલવા માંડયું. રસ્તામાં ચાર મળ્યા. તેમની પાસેથી ઘોડે, ખાટલી, ગોદડી અને થાળી લઈ લેહપુર આવ્યા. ઘેડે વેચી કામલતા વેશ્યાને ત્યાં રહ્યા. વેશ્યાએ પૈસે આપનારી ગોદડી અને બીજી ચીજો પડાવી લીધી ને ઘરની બહાર કાઢયા. રસ્તામાં ભટ્ટમાત્ર મળે. બધી વાત કહી. ને કુંડ હતો ત્યાં ગયા. કુંડમાંથી પાણી લઈ વેશ્યાને ત્યાં આવ્યા, યુક્તિથી કામલતા પર પાણી છાંટયું ને વાંદરી બનાવી.
ભદમા મહારાજાને યોગી વેશ પહેરાવી વનમાં બેસાડ્યા. ભમાત્ર ત્યાં આવ્યું. કામલતાની મા પુત્રી વાંદરી થઈ જવાથી બૂમ બૂમ પાડતી હતી ત્યાં ભદમાવે આવી યોગીની પ્રશંસા કરી, વેશ્યાને મહારાજા પાસે લાવ્યું. ગીરૂપી મહારાજાએ તૂટેલી વસ્તુઓ મંગાવી. હવે