________________
- સવારે મહારાજાને વાત કહી, પ્રશંસા કરી. આ સાંભળી મહારાજાએ હસીને રત્નમંજરીને માનભેર સ્મશાને લઈ જવા કહ્યું. રત્નમંજરીએ ગુરુ સમક્ષ પાપની આલોચના કરી, અંતિમ વિધિ કરી ઘડી પર બેસી જવા લાગી. લેકે દર્શન માટે દોડાદોડ કરવા લાગ્યા. રત્નમંજરી નદી તટે આવેલા મણિભદ્ર યક્ષના મંદિરે ગઈ, ઘડી પરથી ઊતરી લેકને આશીર્વાદ આપવા લાગી, ભિક્ષુકોને ધન દેવા લાગી. ત્યાં મહારાજા અને મહારાણી આવ્યાં, તેમને પણ રત્નમંજરીએ આશીર્વાદ આપ્યા પછી મહારાજાએ રત્નમંજરી આગળ રાતની વાત કહી. તે સાંભળી રતનમંજરી રાજા બધું જાણે છે તે જાણી ગઈ અને કેચી કંદોયણને મળવાનું કહી આશીર્વાદ આપી ચિતામાં પ્રવેશ કર્યો. પ્રકરણ પંચાવનમું કેચી કંદમણ પૃષ્ઠ ૫૪ થી ૬૦૬
કાચી કંદોયણને ત્યાં મહારાજા આવ્યા. કોચી તેમને ઓળખી ગઈ, સ્નાનાદિ કરાવી એક પેટીમાં બેસાડયા. ડીવારમાં બુદ્ધિસાગર મંત્રી ભેટ લઈ આવ્યો. ને હદયની વાત કહી. તેને પેટી પર બેસાડો. પેટી રાણી મદનમંજરીના મહેલે આવી. મંત્રી અને રાણી પ્રેમસરોવરમાં સ્નાન કરવા લાગ્યાં. આ જોઈ મહારાજ ક્રોધે ભરાયા.
પ્રાત:કાળ થતાં બુદ્ધિસાગર મંત્રી પેટી પર બેસી કેચીને ત્યાં આવ્યો. ને આભાર માની ગયે, કેચીએ મહારાજાને બહાર કાઢયા. ક્રોધે થયેલા મહારાજને કેચી સમજાવા લાગી. મહારાજા તેને નમસ્કાર કરી મહેલે આવ્યા, ને બીજે દિવસે બુદ્ધિસાગર અને મદનમંજરીને દેશનિકાલ કર્યો.
પ્રકરણ છપનમું સ્ત્રીચરિત્ર પૃષ્ટ ૬૦૭ થી ૧૮
મહારાજાને પંડિતે સ્ત્રીચરિત્ર કહેતાં કહ્યું. રમાએ પિતાનાં પ્રિયતમને મળવા પિતાના પતિ છાહડને કે બનાવ્યું. છાહડ પત્નીનું