________________
૬૮
જોતાં શાલિવાહને વિક્રમચરિત્ર સાથે સંધિ કરી. ને પિતાના નગર તરફ ગયે, જ્યારે વિકમચરિત્ર પિતાને નગર તરફ ગયે.
દિવસે જતા હતા, પણ વિક્રમચરિત્રના હૃદયથી પિતાના મૃત્યુને શેક દૂર થતું ન હતું. તેવામાં પૂ. આચાર્ય શ્રી સિધ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ વિકમચરિત્રને શોકને દૂર કરવા ત્યાં પધાર્યા ને વિક્રમચરિત્રને ઉપદેશ આપી શાંત કરતાં કહેવા લાગ્યા. “હે રાજન! ધર્મ, શેક, ભય, આહાર, નિદ્રા, કામ, કલેશ અને ક્રોધ જેટલા પ્રમાણમાં કરવામાં આવે તેટલા જ પ્રમાણમાં તે વધતા જાય છે. કેટલાક તીર્થકર, ગણધર, સુરેન્દ્ર, ચકવર્તી, વાસુદેવ, બળદેવ જેવા મહાસમર્થ પુરુષે કાળને કોળિયે થયેલ છે. ત્યાં સામાન્ય માનવને શે હિસાબ ?
જે મહારાજાએ શ્રી શત્રુંજય વિગેરે મહાતીર્થોની કેટલીય વાર યાત્રાઓ કરી અને પિતાનું જીવન સાર્થક કર્યું, તે રાજાને શેક ક્યા કારણે કરે પડે? તે તે સ્વર્ગસુખોને ભોગવી ત્યાંથી અવી થેડા જ ભવમાં મેલને મેળવશે. માટે શોકન
ત્યાગ કરો.”
આ પ્રમાણે ગુરુદેવને ઉપદેશ સાંભળી વિકમચરિત્રનું ચિત્ત શાંત થયું.
જબ તુમ આયે ગતમેં જગ હસત તુમ રેય; કરણી ઐસી કર લે, તુમ હસત જગ રેય.
સર્ગ અગિયારમો સંપૂર્ણ).