________________
સગ ૧૨ મે પ્રકરણ ઓગણસાઠમું .. ... ...
... સુરસુંદરી
મહારાજા વિક્રમાદિત્યના અવસાન પછી મંત્રીઓએ રાજકુમાર વિક્રમચરિત્રને સિંહાસન પર બેસાડવા વિચાર કર્યો, ત્યારે સિંહાસન પરની પૂતળીઓ બેલી, “હે વિક્રમચરિત્ર! તમે આ સિંહાસન પર બેસી શકતા નથી. તે સિંહાસન પર બેસતાં પહેલાં તેના પર બેસવાને ગ્ય થાવ.”
પૂતળીઓના શબ્દ સાંભળી મંત્રીઓ અંદર અંદર કહેવા લાગ્યા, “આ શબ્દો સિંહાસનની અધિષ્ઠાયિકા દેવીઓના છે.” કહીને એ પૂતળીઓને પૂછવા લાગ્યા, “હે પૂતળીઓ ! અમારે આ સિંહાસનનું શું કરવું ?” ત્યારે પૂતળીઓએ કહ્યું, “આ સિંહાસનને જમીનમાં ભંડારી ઘો.”
સિંહાસનના અધિષ્ઠાતા દેવીઓની શબ્દોના મહત્તા