________________
આ પ્રમાણે સૈનિકે એ ભયંકર યુદ્ધ કરવા માંડયું. આ ભયંકર યુદ્ધ જેવા જાણે આકાશમાં દેવે આવ્યા!
યુદ્ધ બરાબર જામ્યું હતું. તેવામાં મહારાજા વિક્રમની છાતીમાં રાજા શાલિવાહનનું તીર વાગ્યું. આ જોતાં જ મંત્રી વગેરે મહારાજાને સંભાળવા આવ્યા. ઉપચાર કરવા લાગ્યા. પણ મહારાજાની સ્થિતિ ગંભીર થવા લાગી. ત્યારે ભટ્ટમાત્ર વગેરે મંત્રીઓએ કહ્યું, “હે સ્વામી, તમે જરા પણ આર્તધ્યાન ન કરશે. દુર્યાનથી જીવની અવગતિ-કુતિ થાય છે. કહ્યું છે –
આર્તધ્યાન કરવાથી જીવ તિર્યંચગતિને પામે છે, વળી મહારાજા અમે આજ સુધી જેવી તમારી સેવા કરી છે. તે જ પ્રમાણે તેવી જ તમારા પુત્ર વિકમચરિત્રની સેવા કરીશું.”
મંત્રીઓના આ શબ્દો સાંભળ્યા પછી મહારાજા શ્રી વિક્રમાદિત્યે શુભ ધ્યાનમાં લીન થઈ પંચપરમેષ્ટિ નમસ્કાર કરતા સ્વર્ગસુખને મેળવ્યું.
મહારાજા વિક્રમાદિત્યના સ્વર્ગવાસના સમાચાર સાંભળી સમસ્ત સૈન્યમાં દુઃખની કાળી ઘટા છવાઈ ગઈ. વિક્રમચરિત્રને મહારાજા વિક્રમાદિત્યને સ્વર્ગવાસ થવાથી ભંયકર આઘાત લાગે. અને મનથી દુઃખી થતા વિક્રમચરિત્ર પિતાના પિતાના દેહની અંતિમવિધિ ઘણી જ ધામધૂમથી કરી અગ્નિસંસ્કાર કર્યા.
મહારાજા વિક્રમાદિત્યના મૃત્યુના બીજે દિવસે વિક્રમચરિત્ર મોટી સેના લઈ શાલિવાહન સાથે યુદ્ધ કરવા આવ્યું. તેણે જોતજોતામાં શાલિવાહનનાં સૈન્યને ચારે તરફ નસાડ્યું. આ