________________
ગામે પર જે છાપે માર્યો હતે-હુમલે કર્યો હતો તે સારું કર્યું નથી. તમે મહારાજા વિક્રમાદિત્ય પાસે જઈ તમે કરેલા અપરાધની ક્ષમા માગે. જો તમે ક્ષમા માગવા તૈયાર નહિ થાવ તે મહારાજા વિક્રમાદિત્ય સૈન્ય સાથે આવશે, તમને જીતશે.”
દૂતના શબ્દો સાંભળી શાલિવાહન રાજા ગુસ્સે થઈ ભ્રકુટી ચઢાવી બોલ્યું. “હે દૂત, લાંબી લાંબી વાત કરવી રહેવા દે, તારા રાજાને કહેજે, અમે યુદ્ધ કરવા તૈયાર છીએ, હું તમારા રાજાને સામને કરવા રણભૂમિમાં આવું છું.”
આ સમાચાર દૂતે મહારાજા વિક્રમાદિત્યને આપતાં કહ્યું, “મહારાજા, શાલિવાહન ત્રણે જગતને તૃણસમ ગણે છે. અત્યારે તે આપને તુચ્છ સમજે છે. તે આપે ઉતાવળે સૈન્ય લઈ જવું જોઈએ.”
આ સાંભળી મહારાજાએ પિતાની વિશાળ સેનાને તૈયાર કરી અને પ્રતિષ્ઠાનપુર તરફ ચાલવા માંડ્યું.
આ સમયે મહારાજાએ સૈનિકોને પુષ્કળ ધન આપી સંખ્યા, સૈનિકે આથી ઘણા ખુશ થયા. મત્ત હાથીઓ, ઘોડા અને સુભટવાળું બંને રાજાઓનું સૈન્ય મેદાનમાં સામસામે આવી ગયું. રથવાળા રથવાળાઓ સાથે, ઘેડેસવારે ઘોડેસવારે સાથે, પાયદળ પાયદળ સાથે અને હાથીવાળા હાથીવાળા સાથે લડવા લાગ્યા. તલવાર તલવાર સાથે અથડાવા લાગી. ભાલાવાળાઓ ભાલવાળા સાથે, બાણવાળા બાણવાળા સાથે, અન્નવાળા અસવાળા સાથે, દંડવાળા દંડવાળી સાથે લડવા લાગ્યા.