________________
૬૪૫
શદ્રક ઉપરાંત તે રાજા પાસે ઓગણપચાસ બળવાન શૂરવિર સેવક હતા.
એ શાલિવાહન રાજાએ મહારાજા વિક્રમાદિત્યના કેટલાક ગામ પર છાપે માર્યો, હુમલે કર્યો. ને પાછો ચાલ્ય ગયે. આ વાત જ્યારે ભમાત્ર મંત્રીએ સાંભળી ત્યારે મહારાજાને કહ્યું, “હે સ્વામી, રાજા શાલિવાહન આપણું ગામે પર હુમલે કરી જાય તે સારું તે નહિ. તેથી આપણે શાલિવાહન સામે યુદ્ધ કરવું જોઈએ. તેને જીત જોઈએ. શક્તિવાન હોવા છતાં યે માનવ બીજાનું અસહનીય વર્તન સહન કરી શકે? સિંહ કયારેય પણ બીજાની ગર્જના સહી શકતું નથી. કેવળ કાયર અથવા શિયાળ બીજાને તિરસ્કાર સહન કરે છે.”
હે મંત્રીવર,” મહારાજાએ કહ્યું. “તમે સાચું જ કહ્યું છે. રાજા હમેશાં શામ, દામ, ભેદ અને દંડથી કામ લે છે. જે શામથી કામ બની જતું હોય તે જીવને દુખ દેનાર દામની જરૂર પડતી નથી. દામથી કામ થતું હોય તે દંડની શી જરૂર ?”
“મહારાજ, મંત્રીઓએ કહ્યું, “આપણે પહેલાં શાલવાહન પાસે ચતુર દૂતને મોકલી. જોઈએ, જે દૂતનાં વાક્યની અવગણના કરે તે આપણે યુદ્ધની તૈયારીઓ કરીએ.”
મંત્રી સાથે વિચારણા કર્યા પછી મહારાજાએ દૂતને મેક. ને તે દૂત પ્રતિષ્ઠાનપુર ગયે. શાલિવાહન રાજાની સભામાં જઈ મહારાજા વિક્રમાદિત્યને સંદેશે કહ્યો. “હે શાલિવાહન ભૂપતિ! તમે અમારા મહારાજા વિક્રમાદિત્યના