________________
१४४ મેહબંધનથી મુક્ત થયેલી સ્ત્રીએ અતિથિ-મહારાજાને બચાવવા ચૂલામાંથી સળગતું લાકડું લઈ ઘરના છાપરામાં આગ લગાડી અને બૂમ પાડવા લાગી, “ડે, દેડે, મારું ઘર સળગી જાય છે.”
મહારાજાને સળગી રહેલા ઘરને ઓલવવા યત્ન કરતા જોઈ જુગારીએ પિતાની તલવાર મ્યાનમાં નાંખી ત્યારે તેની સ્ત્રીએ પિતાના પતિને ઉદ્દેશી મટેથી કહ્યું, “જે આ મહાપુરુષ અહીં આજ ન હોત, તે આખું ઘર બળી જાત.”
- સ્ત્રીનું આ ચરિત્ર જે મહારાજા પિતાના નગર તરફ ચાલવા લાગ્યા. નગરમાં આવી પેલા પંડિતને કારાગારમાંથી છેડવા હુકમ આપ્યું. બંધનમુક્ત કરી પેલા પંડિતને રાજસભામાં લાવવામાં આવ્યું.
પંડિતને જોતાં મહારાજાએ તેનું સ્વાગત-સમાન કર્યું ને કેષાધ્યક્ષને કોડ નામહોર આપવા આજ્ઞા કરી. તે પછી મહારાજા પંડિતે કહેલા કાવ્યને યાદ કરતા, દાન આપતા પિતાને સમય વીતાવવા લાગ્યા.
મહારાજા વિક્રમાદિત્ય અવંતીમાં રાજ્ય કરતા હતા ત્યારે પ્રતિષ્ઠાનપુરમાં શાલિવાહન નામને બળવાન રાજા હતા, તેની પાસે સુંદર હાથી, બળવાન ઘોડા વગેરે મટી સંખ્યામાં હતા. તેમની પાસે શુક નામને ઘણો બળવાન સેવક હતા. આ શુદ્રક બાવન હાથના પથ્થરને ઊઠાવી શકતે. આ