________________
૬૪૩
પ્રમાણે કામવશ થયેલી સ્ત્રી આખી દુનિયાને પુરુષમય દેખે છે. અને કામી પુરુષ આખી દુનિયાને સ્ત્રમય દેખે છે.
મહારાજા પિતાને મનને પવિત્ર રાખતા, સ્ત્રીની ચેષ્ટાથી તેની મનેચ્છા જાણીને કહેવા લાગ્યા, “હે સ્ત્રી, શિયળવ્રતને ધારણ કરનારી સ્ત્રીએ પરપુરુષ સામે આવી ચેષ્ટાઓ કરવી ન જોઈએ. માટે સમજીને મનના વિકારેને શાંત કરે.
મહારાજાના શબ્દો સાંભળી, પિતાની મનેચ્છા અપૂર્ણ જ રહેશે તેમ સમજી મનમાં બેલી, “આ પુરુષ અહીંથી જઈ મને કદાચ બદનામ કરશે.” આમ મનમાં બેલી, તે જોરજોરથી બૂમ પાડવા લાગી.
આ બૂમે ઘેર આવતા જુગારીને કાને પડી, તેથી અતિથિના વર્તન માટે મનમાં શંકા ઉત્પન્ન થઈ ને તલવાર ખેંચી ઉતાવળે ચાલવા લાગ્યું.
પતિને દૂરથી આવતે જે તે સ્ત્રી મનમાં વિચારવા લાગી, “આ અતિથિ વગર વાંકે માર્યો જશે. તેને બચાવ જોઈએ.”
કહેવાય છે, મેહપાશમાં જકડાયેલ માનવ, ક્ષણમાં આસક્તિવાળે, ક્ષણમાં નિર્મોહી ક્ષણમાં કોધી અને ક્ષણમાં ક્ષમાવાળ બની જાય છે. મેહથી માનવમાં વાંદરા જેવી ચંચળતા આવી જાય છે. અરે, મોહ માનવને વાંદરાની જેમ નચાવે છે.