________________
૬૪૧
સ્ત્રીનું ચરિત્ર વિદ્વાનો જાણી શકે છે. તેનો અંત પણ લઈ શકે છે.” કહી મહારાજાએ એ પંડિતને કારાગૃહમાં નંખાવી પોતે સ્ત્રીચરિત્ર જાણવા ઉત્તર દિશા તરફ રવાના થયા, ચાલતા ચાલતા મહારાજા એક પર્વત પર પહોંચ્યા. ત્યાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેલા, નાક પર સ્થિર દૃષ્ટિવાળા એક મહાન શાંત ગંભીર મુનિને જોયા.
ગરમીમાં તાપને સહન કરનારા, ઠંડીમાં અલ્પ વસ્ત્રમાં રહેનારા અને વરસાદમાં અંગને સંકેચનારાઓ જ સંયમથી શેભતા મહાન સાધુ પુરુષ છે.
મુનિ મહારાજે કાઉસગ્નમાં જ જ્ઞાનથી વિક્રમાદિત્યને જાણીને કાઉસગ્ગ પારી “ધર્મલાભપૂર્વક મહારાજાને તેમના નામથી બેલાવી ધર્મોપદેશ આપે, તે સાંભળ્યા પછી મહારાજાએ મુનિને કહ્યું, “મને કેઈ અપૂર્વ વિદ્યા આપે.”
મહારાજાની તે ઈચ્છા મુનિમહારાજે સંતોષી એટલે મહારાજાએ મુનિરાજને નમસ્કાર કરી સ્ત્રીચરિત્રની પરીક્ષા કરવા ચાલવા માંડ્યું.
અનેક નગર, ગામ, જંગલ, નદી, પર્વત વગેરેને જોતા જોતા મહારાજા પૃથ્વીના આભૂષણરૂપ લક્ષ્મીપુર નામના નગરમાં આવી પહોંચ્યા. અને એક જુગારીના અડ્ડામાં મુકામ કર્યો. એકાદ પ્રહર જેટલો સમય વીતાવ્યા પછી જ્યારે મહારાજા તૈયાર થયા. ત્યારે ક્ષત્રી જાતિના એક જુગારીએ પિતાને ત્યાં જમવા આમંત્રણ આપ્યું.
૪૧