________________
૬૨૦
મધ્યરાત્રે કોઈ એક સ્ત્રીને તેમણે રડતી જોઇ. મહારાજાએ તેને રડવાનું કારણ પૂછ્યું. તે સ્ત્રીએ કહ્યું, “ રાજાના માણસોએ કાંઇ પણ વાંક વગર મારા પતિને શૂળીએ ચઢાવ્યે છે તે હજી જીવે છે, હુ તેમને માટે ખાવાનુ` લાવી છુ, પણુ તે બહુ ઊ ંચે હાવાથી મારાથી ત્યાં પહોંચાતું નથી; તેથી હું રડી રહી છું.”
તે સ્ત્રીની વાત સાંભળી વિક્રમે તેને પોતાના ખભા પર
ચઢાવી ખાવા આપવાનુ કહ્યું. જે ખાઈ તે મરનાર સ્વર્ગે જાય. તે સ્ત્રી રાજાના ખભા પર ચઢી ઊભી થઈ, અને છરીથી પોતાના પતિના શરીરમાંથી માંસ કાપી ખાવા લાગી, તેમ કરવાથી મહારાજા વિક્રમના શરીર પર લેાહીના છાંટા પડવા લાગ્યા, મહારાજા તેને પાણીના છાંટા સમજ્યા અને વિચારવા લાગ્યા, ‘ હમણાં વરસાદ કયાંથી પડયે ?
રાજાએ સ્ત્રીને ખભા ઉપર ચડાવી.
પરંતુ પળ પછી મહારાજા બધું સમજી ગયા. ખભા પર ચઢેલી સ્ત્રીં ડાકણ છે તે જાણી હાકારેા કર્યાં. એ સાંભળી ડાકણ ગભરાઈ. રાજાને છેતરી નહિ શકાય સમજીદૃશ્ય થઇ ગઇ.