________________
૬૧
રાતના ખીજા પ્રહરે મહારાજા ત્યાંથી થોડે દૂર જંગલમાં ગયા. મડદાને પાસે રાખી સૂઇ ગયા. તેટલામાં ત્યાં રાક્ષસ આબ્યા ને તે મડદા તેમ જ વિક્રમને ઉપાડી બીજા જંગલમાં લઈ ગયા. ત્યાં સળગતા દેવતા પર કઢાઇ મૂકવામાં આવી હતી. તેમાં કેટલાય રાક્ષસેા દૂર દૂરથી માણસાને લાવી નાખતા હતા. તેઓ મહારાજા વિક્રમને કઢાઇમાં નાંખવા તૈયાર થયા, એટલે મહારાજા એકદમ ઊભા થઈ ગયા ને મારવા લાગ્યા. મહારાજાએ લાકડી .
અને મુઠ્ઠીએથી રાક્ષસાને ખૂબ માર્યાં જેથી બિચારા તેમની પાસે આવી કહેવા
,,
લાગ્યા, “ અમે તમારા મહારાજા રાક્ષસેને મારવા લાગ્યા. દાસ છોએ.” એટલે મહારાજાએ તેમને જીવ દયામય અહિંસા ધર્મ સમજાવ્યા, તેમને અહિંસક બનાવ્યા.
રાતના ત્રીજા પહેારે મહારાજા એક વાવડી પાસે ગયા ને ત્યાં બેઠા. એટલામાં કોઈ સ્ત્રીના રડવાના અવાજ તેમના કાને પડયા. રડવાના અવાજ સાંભળી મહારાજા ત્યાં ગયા ને રડવાનું કારણ પૂછ્યું, ત્યારે તે એલી, “ હું રાજા ભીમની સ્ત્રી છું, મારું નામ મનેારમા છે. મારું શિયળ ભ્રષ્ટ કરવા એક રાક્ષસ મને અહી લઇ આવ્યેા છે. આજ મને જગતમાં કોઇ પરોપકારી પુરુષ દેખાતા નથી. જો તેવા પુરુષ હોય તે મને આ દુષ્ટના પંજામાંથી છેાડાવે.”