________________
પ્રકરણ સત્તાવનમું . ... ...
સ્વામીભકત સેવક
એક દિવસે વિક્રમાદિત્ય મંદિરપુર નગરમાં ગયા, ત્યાં કુબેર નામના શેઠને પુત્ર મરણ પામ્યું હતું તેને સ્મશાનમાં લઈ જઈ ચિતા પર મૂક્વામાં આવ્યું ને અગ્નિ સળગાવ્યું, તે સાથે જ દિવ્ય પ્રભાવથી તે મૃતક શેઠને ઘેર પહોંચી ગયું. બીજે દિવસે ફરીથી ચિતા પર ચઢાવ્યું. ફરીથી પાછું તે શેઠને ઘેર પહોંચી ગયું. આઠ દિવસ સુધી આ પ્રમાણે થયું. આથી ગભરાઈન્ડરી શેઠ રાજા પાસે ગયે ને નગરના. શુભ માટે બધું કહ્યું.
રાજાએ આ મડદા સંબંધમાં જોષીને પૂછ્યું: રાજા અને શેઠને નગરમાં કેઈ આફત આવશે તેવો વિચાર આવ્યા, એટલે રાજાએ નગરમાં હરે પિટા, “જે કઈ આ મડદાને બાળશે તેને ક્રોડ દ્રવ્ય આપવામાં આવશે ને તેનું સન્માન કરવામાં આવશે.” આ મંદિરપુરમાં મહારાજા વિક્રમ જે સાધારણ વેશમાં ગયા હતા તેમને આ સાંભળ્યું ને તે રાજા પાસે ગયા. બધી વાત સાંભળી, શબને લઈ તે રાતના પહેલા પહેરે સમશાનમાં ગયા