________________
૬૧૮
“તેઓ બધી વિદ્યાઓ જાણે છે.” આ સાંભળી તે બોલી, “મને તે યેગી દેખાડે. હું તેમને ખૂબ ધન આપીશ.”
ભમાત્ર વેશ્યાને આશ્વાસન આપતે જંગલમાં લઈ ગયે. ને આસન પર બેઠેલા મેગીને બતાવ્યા. વેશ્યાએ ધ્યાનમાં બેઠેલા યેગીને પ્રણામ કર્યા ને કહ્યું, “હે પરોપકારી, દયાના, સાગર, જગતવંઘ ગીરાજ, મારા પર પ્રસન્ન થાય અને મારી દીકરીને હતી તેવી બનાવો. તમે જે માંગશે તે હું આપીશ, આ કામ કરવાથી તમને બહુ પુણ્ય થશે.”
થોડીવાર સમાધિનું નાટક કરી માથું ધુણાવી ભેગીએ. કહ્યું, “તમે એક પરદેશીને ઠગે છે. તેના પાપથી તમારી દીકરી વાંદરી થઈ ગઈ છે. કરેલું પાપ આ ભવમાં ભેળવવું પડે છે. તમે પરદેશીની ખાટલી અને ગદડી લઈ લીધી છે. તે લાવી મારા પગ પાસે મૂકે. તે હું મંત્રથી તમારી દીકરીને હતી તેવી બનાવીશ. આ મારું કહ્યું નહિ કરે તે તમારી દીકરી મરી જશે.”
યેગીના શબ્દો સાંભળી વેશ્યા ગભરાઈ, ડરીને ઉતાવળે જઈ ખાટલી, ગદડી લાવી ની આગળ મૂકી બોલી, “હવે. મારી દીકરીને સારી કરે.”
યેગીએ ઠંડા પાણીના કુંડના પાણીથી તેને નવડાવી તેથી કામલતા મૂળ સ્વરૂપમાં આવી ગઈ એટલે એગીએ કહ્યું, “હવે જ્યારે પણ પરદેશીને ઠગશે નહિ” કહી ભદમાત્રની સાથે મહારાજા વિક્રમ અવંતિ તરફ ચાલ્યા. રસ્તામાં લેકે પર અનેક પ્રકારના ઉપકાર કરતા પિતાની પાસેની ચારે. વસ્તુઓ દાનમાં આપી દીધી ને પિતાની નગરીમાં આવ્યા.