________________
આપી નગર જેવા ગયા. એ નગરમાં કામલતા નામની વેશ્યા હતી. જે કોઈ એક લાખ રૂપિયા તેને આપે તે એક રાત તેની સાથે રહી શકે. રાજાએ ખડીથી ચિઢેલા ઘોડાને જીવતે કરી બજારમાં વેચી તેને પૈસા આવ્યા હતા તે વેશ્યાને આપી રાત રહ્યા.
સવાર થતાં પેલી ગોદડીમાંથી પાંચસો મહેરો મેળવીને સુંદર વસ્ત્રો ધારણ કરી ગરીબને દાન આપ્યું. વેશ્યાની માએ આ બધું ગુપ્ત રીતે જાણ્યું, ને તે વસ્તુઓ પડાવી લેવા વિચાર્યું. ને લઈ પણ લીધી. તેથી વિકમ પાસે પૈસો ન રહ્યો. એટલે તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા.
મહારાજા શેક કરતા બેલ્યા, “શાસ્ત્રમાં વેશ્યાનું જેવું વર્ણન કર્યું છે તેવી જ વેસ્મા-કપટવાળી છે તેને મને અનુભવ થયે.”
મહારાજા આમ શેક કરી રહ્યા છે તેવામાં ભક્માત્ર ફરતે ફરતે ત્યાં આવી પહોંચે, મહારાજા વિકેમને મળે. મહારાજાએ તેને કુંડ, ચેરે તેમજ વેશ્યાની વાત કરી. તે પછી બંને જણાએ કાંઈક નિર્ણય કર્યો ને વનમાં ગયા. ને પેલા કુંડમાંથી પાણી લઈ નગરમાં બંને જણે આવ્યા.
મહારાજા પેલી વેશ્યાને ત્યાં ગયા, તે વખતે કામલતા સ્નાન કરી રહી હતી. મહારાજાએ ગુપ્ત રીતે કુંડમાંનું ગરમ પાણી તેના પર નાંખ્યું. તે સાથે જ કામલતા વાંદરી થઈ ગઈ. મહારાજા અન્ય સ્થાને ચાલ્યા ગયા.