________________
૬૦૯
Hily
*
1
*
:
= સ્ત્રીને એકાએક પ્રસ
વવેદના ઉપડી છે. તેથી હું અહીં
કાર્યો . સ્ત્રી વિના સ્ત્રીનાં દર્શને
કેણુ સમજી–શાંત
તે કરી શકે?” (રમાં તંબૂમાં જઈ રહી છે.)
આ સાંભળી છાહડે રમાને કહ્યું, “તું આ ભાઈની સ્ત્રી પાસે જા, અને તેને શાંતિ મળે તેવું કર.”
પણ, રસ્તામાં રૂકાવું તે આપણે માટે સારું નથી.” રમાએ કહ્યું, ત્યારે છાહડે કહ્યું, “હે પ્રિયા! રસ્તામાં કંઈ દુઃખી સ્ત્રીને છોડી ચાલ્યા જવું એ શું આપણુ માટે સારું છે?”
છાહડના આ શબ્દ સાંભળી રમા રથમાંથી ઊતરી તંબૂમાં ગઈ. ને પોતાના મનના માન્યા સાથે રંગભેગ રમી–તેની આશા પૂરી કરી, ઉતાવળે પિતાની કાંચળી અવળી પહેરી પોતાના પતિની ડાબી બાજુએ રથમાં આવી બેઠી.
તેની અવળી કાંચળી જોઈ છાહડે પૂછ્યું, “તારી કાંચળી અવળી કેમ છે? તારી સાડી ચૂંથાઈ કેમ ગઈ છે? અને તારું શરીર આવું કેમ થઈ ગયું છે?”
કાંચળી બરાબર જોયા વિના પહેરી હતી.” રમાએ કહ્યું, “ને સાડીમાં સળ તો પહેલેથી જ પડેલા હતા.
૩૯
* ;
: