________________
પ્રકરણ ૭૫નમું... ... ... ... ... ... સ્ત્રીવિત્ર
મહારાજા વિક્રમ રાજસભામાં બેઠા છે, ત્યાં એક પંડિત આવે. મહારાજાએ તેને વાત કહેવા કહ્યું, પંડિત કહ્યું: “મહારાજ ! કયારેક બુદ્ધિમાનેથી સમુદ્ર પાર થઈ જવાય છે, પરંતુ સ્ત્રીચરિત્રને પાર કઈ જ પામતું નથી. પરદુઃખભંજન રાજા, સ્ત્રીચરિત્રની હું તમને એક વાત કહું.
શ્રી પુર નામનું એક ગામ હતું, ત્યાં છાહડ નામને ખેડૂત રહેતે હતો. તેનું લગ્ન ધારાનગરીમાં રહેતા ધન નામના ખેડૂતની પુત્રી રમા સાથે થયું હતું.
એક દિવસે છાહડે રમાને તેડવા સુંદર વસ્ત્રો પહેરી સુંદર રથમાં બેસી ધારાનગરીમાં ગયે. સાસુએ સારે સત્કાર કરી પિતાના પુત્રને જમાડે તેમ જમાઈને સારાં સારાં પકવાન, દાળ, ચોખા વગેરેથી પ્રેમથી જમાડયે. -વસ્ત્રાભૂષણ આપ્યાં, પછી છાહડ રમાને લઈ પિતાને ગામ જવા તૈયાર થયે.
રમા પણ સારાં સારાં કપડાં પહેરી પિતાનાં સ્નેહી