________________
૫૯૭
ભિખારીઓને દાન આપવાવાળી, કલ્પલતા સમાન કેચી કંદમણ ત્યાં રહે છે. ભેગની ઇરછાવાળાને ત્યાં ભેગ મળે છે. જમવાની ઈચ્છાવાળાને ત્યાં જમવાનું મળે છે, પુત્રની ઇચ્છાવાળાને પુત્ર પણ મળે છે.
કચી જ્યારે કેપે છે ત્યારે ચંડિકા જેવી લાગે છે, અને રાજી હોય છે ત્યારે તે જે જોઈએ તે આપે છે.”
લોકોના આ શબ્દ સાંભળી રાજા નવાઈ પામ્યા અને વેશ બદલી કોચીને ત્યાં પહોંચી ગયા.
તેના ઘરને ઘણું બારણાં હતાં. ત્યાં જુદી જુદી જાતના કેટલાય માણસ હતા. જુદી જુદી જાતનાં વાજાં વાગતાં હતાં. દેવવિમાન જેવા તથા અનેક સ્ત્રીઓથી ભરેલાં મકાને જોઈ મહારાજા રાજી થયા.
અદશ્ય રીતે મહારાજા ઘરમાં ગયા. ત્યાં સેનાનાં સિંહાસન પર બેઠેલી કેચીને જોઈ
યાચકે તેની સ્તુતિ કરતા હતા. કામદેવની પત્ની રતિ અને પ્રીતિ જેવું સ્વરૂપ જોઈ મહારાજા વિચારવા લાગ્યા, “આ તે સાક્ષાત્ ઈંદ્રાણી, દેવાંગના, કિન્નરી કે કઈ પાતાળકુમારી જણાય છે.”
પરદેશીનું રૂપ ધારણ કરી મહારાજા આમ વિચારતા હતા, ત્યારે એક દાસી તેમને પરદેશી જાણ સ્નાનાગારમાં લઈ ગઈ. ત્યાં નાહવાને સ્થાને બેસાડી ઉત્તમ તેલથી માલીશ કરી