________________
પ્રકરણ પંચાવનમું ... ... .. કેચી કાયા
મહારાજા વિક્રમ સ્ત્રીચરિત્ર જાણવા માટે કેચી કંદેયણને ત્યાં જવા નીકળ્યા. રસ્તે જતાં કેચીના ઘર સંબંધમાં લેઓને પૂછવા લાગ્યા. ત્યારે તેમને જવાબ મળે, “આમ ડાબે હાથે ચાલ્યા જાવ. ત્યાં પરદેશીઓને જમવાનું મળી શકે છે.–ભેજનશાળા છે. એ ભેજનશાળાની પાસે જ કેચી કંદયણનું ઘર છે. ત્યાં સુંદર પકવાન, ઊંચી જાતના ચોખા, દાળ, જુદી જુદી સામગ્રી, શાક, દૂધ, દહીંથી બનેલ વસ્તુઓ પૈસા આપતાં મળે છે. થેડા પૈસા આપવાથી મધ્યમ પ્રકારની વસ્તુઓ મળે છે. ત્યાં સારી વ્યવસ્થા છે.
ત્યાં ચંદ્રમણિ અને સૂર્યમણિથી બનાવેલા એક માળથી તે સાત માળ સુધીના સુંદર મહેલે છે. એ મહેલે જાણે, પિતાના મિત્ર સૂર્ય-ચંદ્રને મળવા આનંદથી આકાશ તરફ ન જઈ રહ્યા હોય? વળી પાંચ જાતનાં મણિઓથી બાંધેલા હોવાથી મને તેમાં પિતાનું પ્રતિબિંબ જુએ છે. જાણે દર્પણમાં પિતાનું પ્રતિબિંબ ન જોઈ રહ્યા હોય ? ત્યાં દ્રાક્ષના આસવ રૂપ અમૃત જળથી ભરેલી સહેલાઈથી ઉતરી શકાય. તેવી પગથિયાંવાળી સુંદર વાવડીઓ છે.